SURAT: લાખો રૂપિયાના ઘરેણાં વેચવા ફરી રહેલા રીઢા રાજસ્થાની ગુનેગારો ઝડપાયા
Trending Photos
તેજસ મોદી/સુરત : રાજસ્થાનમાં લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપનારા બે આરોપીઓને સુરતની ખટોદરા પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. ખટોદરા પોલીસે જણાવ્યું કે, ગણપતિ વિસર્જન તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થાના પરીસ્થતી જાળવવા પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાનના ઝાલોર જીલ્લામા સોના ચાંદીની લુંટ કરનાર આરોપીઓ હાલ લુંટ કરેલા ઘરેણાઓ વેચવા સુરતમાં ફરે છે.
પોલીસને માહિતી મળી કે, હાલ આરોપીઓ જોગણીમાતા મંદીર પાસે ઉભા છે, બંનેએ બેગ લટકાવેલી છે, આ બાતમીને આધારે આરોપી ટીકમારામ લસારામ માલી અને નીરવ તળજાભાઇ રબારીને મુદામાલ સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજસ્થાનની સાયલા પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે.
નીરવ પાસેથી કુલ ચાંદીના ૨૫૧૬ ગ્રામ (૨.૫૧૬ કીલો) તથા ૨૮ ગ્રામના સોનાના ઘરેણા મળી આવેલા હતાં. બન્ને પાસેથી કુલ ચાંદીના ઘરેણા ૧૧૧૪૫ ગ્રામની કીંમત રૂપીયા ૫,૫૦,૦૦૦/- તથા સોના ઘરેણા ૨૮ ગ્રામ કીંમત રૂપીયા ૧,૧૦,૦૦૦/- ની મતાનો કબ્જે કરવામાં આવી હતી.
આરોપીઓ પાસેથી રીકવર કરેલ મુદ્દા માલ
(૧) ચાંદીના પગની વીછીયા ૯૧૦ ગ્રામ
(૨) ચાંદીના પાયલો ૩૭૩૯ ગ્રામ
(૩) ચાંદીના કડા અને કંગનો ૯૬૦ ગ્રામ
(૪) ચાંદીના કંદોરાઓ ૨૨૮૦ ગ્રામ
(૫) ચાંદી વીંટીઓ ૭૪૦ ગ્રામ
આમ ટીકમારામ પાસેથી કુલ્લે ચાંદીના ૮૬૨૯ ગ્રામ (૮.૬૨૯ કીલો) ઘરેણા મળી આવેલા. જે બાદ આરોપી નીરવ રબારી ની બેગમાથી મળેલ ઘરેણાઓ નીચે મુજબ છે
(૧) ચાંદીના માળાઓ, મંગળસુત્ર ૩૪૫ ગ્રામ
(૨) ચાંદીના માદળીયુ તથા નાકની બાલીઓ ૧૬૮૪ ગ્રામ
(૩) ચાંદીના જુડા, તથા બાજુઓ ૪૮૭ ગ્રામ
(૪) સોનાની માદળીયુ તથા નાકની ચુકો ૨૮ ગ્રામ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે