મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં પતિ-પત્ની અને વોનો કિસ્સો ફરી સામે આવ્યો છે. વાડજમા પતિની પ્રેમીકાનુ અપહરણ કરીને પત્નીએ બર્બતાભર્યુ કૃત્ય કર્યુ હોવાના આક્ષેપની ફરિયાદ નોંધાતા પોલીસે 3 મહિલાઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પતિ-પત્ની અને વોના અનેક કિસ્સાઓ સામે આવ્યા. પત્ની પોતાના પતિની પ્રેમીકા સાથે મારામારી કરે અને આક્ષેપોની ફરિયાદ તો અનેક વખત સામે આવી છે. પરંતુ વાડજના આ કિસ્સાએ તો પોલીસને મુંઝવણમા મુકી છે. પતિની પ્રેમિકાને સબક સિખવાડવા પત્નીએ અપહરણ કરીને તેની સાથે બર્બતાભર્યુ કુત્ય કર્યુ. વાત કંઈક એવી છે કે જૂના વાડજમા રહેતા ગીરીશ ગોસ્વામીને  એક યુવતી સાથે પ્રેમસબંધ હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: પારલે પોઇન્ટમાં અચાનક આકાશમાંથી પડ્યો વિશાળ પદાર્થ અને ધારીને જોયું તો...


ગીરીશની પત્ની જાનુને આ વાતની જાણ થઈ ગઈ. જાનુએ પ્રેમિકાને સબક શિખવાડવા ષંડયત્ર રચ્યુ. અને રીંકા ગોસ્વામી સાથે મળીને યુવતીનો એકટિવા પર પીછો કર્યો અને એકટીવવા પર બળજબરી બેસાડીને ઘરે લઈ ગયા. બાદમાં પ્રેમિકાને ઘરે માર મારી કપડા ઉતાર્યા અને એટલું ઓછુ હોય તેમ પત્નીએ યુવતીને ગુપ્ત ભાગમા મરચુ ભરીને પોતાના પતીને છોડી દેવા ધમકી પણ આપી. યુવતીને  તેના નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આવતા યુવતીએ વાડજ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમા ખુલ્યુ કે ગીરીશ ગોસ્વામી અને યુવતી ચાર વર્ષ પહેલા નારણપુરા કાપડની દુકાનમા પરિચયમા આવ્યા હતા. ગીરીશની કાપડની દુકાનમા યુવતી  નોકરી કરતી હોવાથી પ્રેમ સંબંધ શરૂ થયો. ગીરીશ પરણિત હોવાથી બે વર્ષ સુધી સંબંધ રહયો પછી યુવતીએ નોકરી છોડી દીધી.  ચાર મહિના પહેલા બન્ને ફરી સંપર્કમા આવ્યા અને વોટસએપ ચેટીંગ અને કોલીંગ શરૂ કર્યુ.


[[{"fid":"251557","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(આરોપી મહિલા ગેંગ)


ડીસા-થરાદ હાઇવે પર જીપ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં ઘટના સ્થળે જ મોત


જેની જાણ ગીરીશની પત્ની જાનુને થઈ જતા તેણે યુવતીને સબક સીખવાડવા આ કૃત્ય કર્યુ. હાલમા પોલીસે ત્રણેય મહિલાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. મહત્વનુ છે કે પતિ-પત્ની અને વોના કિસ્સામા પત્નીને જેલમા સળીયા પાછળ જવાનો વારો આવ્યો છે. પત્ની રડીને પોલીસને ફરિયાદ કરી રહી છે કે આ યુવતીએ તેનુ ઘર બરબાદ કર્યુ પરંતુ પોલીસ તેની મદદ કરે છે. પણ વાંક એટલો જ કે પત્નીએ પતિ અને પ્રેમિકાને સબક શિખવાડવા કાયદો હાથમા લીધો. અને તેનુ પરિણામ જેલના સળીયા પાછળ તેને જવુ પડયુ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube