સુરત: પારલે પોઇન્ટમાં અચાનક આકાશમાંથી પડ્યો વિશાળ પદાર્થ અને ધારીને જોયું તો...

શહેરના પોશ વિસ્તાર ગણાતા પારલે પોઇન્ટ ખાતે આવેલા સિદ્ધક્ષેત્ર હાઇરાઇઝ બિલ્ડિંગનો પેન્ટહાઉસનો એક ભાગ પડી જતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના આઠમા માળે આવેલા પેન્ટ હાઉસનો એક ભાગ પડતાં જોરદાર ધડાકો થયો હતો. જેથી બિલ્ડિંગમાં રહેતા લોકો અને દુકાનદારોમાં નાશભાગની સ્થિતિ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને સુરત મનપા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિંગમાં રહેતા તમામ ફ્લેટ ધારકોને ફ્લેટ ખાલી કરાવી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ સમગ્ર ઘટનામાં પરિવારના દસ સભ્યોનો ચમત્કારી બચાવ થયો હતો.
સુરત: પારલે પોઇન્ટમાં અચાનક આકાશમાંથી પડ્યો વિશાળ પદાર્થ અને ધારીને જોયું તો...

ચેતન પટેલ/ સુરત: શહેરના પોશ વિસ્તાર ગણાતા પારલે પોઇન્ટ ખાતે આવેલા સિદ્ધક્ષેત્ર હાઇરાઇઝ બિલ્ડિંગનો પેન્ટહાઉસનો એક ભાગ પડી જતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના આઠમા માળે આવેલા પેન્ટ હાઉસનો એક ભાગ પડતાં જોરદાર ધડાકો થયો હતો. જેથી બિલ્ડિંગમાં રહેતા લોકો અને દુકાનદારોમાં નાશભાગની સ્થિતિ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને સુરત મનપા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિંગમાં રહેતા તમામ ફ્લેટ ધારકોને ફ્લેટ ખાલી કરાવી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ સમગ્ર ઘટનામાં પરિવારના દસ સભ્યોનો ચમત્કારી બચાવ થયો હતો.

સુરતના પારલે પોઇન્ટ ખાતે આવેલા સિદ્ધક્ષેત્ર હાઇરાઇઝ બિલ્ડિંગમાં અચાનક ધડાકાનો અવાજ આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના આઠમા માળે રહેતા શાહ પરિવારના ફ્લેટના પેન્ટહાઉસનો એક ભાગ પડી જતા પરિવારના સભ્યોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. સાથેએ વીગમાં રહેતા ફ્લેટના લાઇનના તમામ ફ્લેટ ધારકો તાત્કાલિક બિલ્ડીંગ નીચે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક બિલ્ડિંગની તમામ દુકાનોને બંધ કરી બિલ્ડિંગના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. 

બિલ્ડીંગની જ રીતે સ્થિતિને જોઈ અગાઉ પણ આ બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પાલિકાની નોટિસ નજર અંદાજ કરવાના કારણે આ ઘટના બની હોય એવી શક્યતા સર્જાઇ રહી છે. ઘટનાની જાણ થતા મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બિલ્ડિંગના દુકાનદારોનો આરોપ છે કે આ અગાઉ પણ બિલ્ડીંગની જર્જરિત હાલત હોવાના કારણે વારંવાર બિલ્ડર અને પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. બિલ્ડિંગના મેન્ટેનન્સની કામગીરી થાય આ માટે અનેક બેઠકો પણ યોજવામાં આવી હતી. પરંતુ બિલ્ડિંગમાં રહેતા ફ્લેટ ધારકો આ અંગે તૈયાર થયા નહોતા. જેથી આજે આ ઘટના બની છે..સુરતના પોશ વિસ્તાર ગણાતા પારલે પોઇન્ટ સ્થિત આ બિલ્ડીંગ 20 વર્ષ જૂની છે.  જેમાં મેન્ટેનન્સ ની કામગીરી યોગ્ય ન થતા દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news