મૌલિક ધામેચા/અમદાવાદ : ધોળકાના  કેલીયા વાસણા ગામે એક જ પરિવારની 3 મહિલા ની હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ધારીયા વડે પડોશમાં રહેતી 2 મહિલા અને એક બાળકીની હત્યા કરી નાખી હતી. પોલીસ ગિરફતમાં ઉભેલા આ આરોપીએ ક્રૂરતાની તમામ હદ પાર કરી એક જ પરિવાર ની 3 પેઢીને મોતના ઘાટ ઉતારી દીધા છે. ફરિયાદીની 7 વર્ષની બાળકી ન્હાતી હોવાથી ફરિયાદીની પત્નીએ રાજુ પટેલને ઠપકો આપી ઘરમા જવાનું કહેતા આરોપીના માથે માથા પર ભૂત સવાર થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BAJAJ Allianz કંપનીને કન્ઝ્યુમર કોર્ટે ક્લેમની 71 લાખ રૂપિયાની રકમ ચુકવવા આપ્યો આદેશ


પડોશમાં રહેતા અને ફેકટરીમાં કામ કરતા વિજય પટેલ ઘરે ના હતા ત્યારે તેમના પરિવારના  જશોદા બેન , તેમની વહુ સુમિત્રા અને સગીર દિકરીની ધારીયાના ઘા મારી હત્યા કરી નાખી. જોકે ઘટના બની ત્યારે વિજય ભાઈની 12 વર્ષ ની દીકરી અને  6 વર્ષનો દીકરો ઘર ની સાંકળ વાખીને ઘરમાં પુરાઈ જતા તેમમાં જીવ બચી ગયા હતા. આરોપીએ 3 લોકોની હત્યા કરીને બાદમાં ગામના અન્ય લોકોની હત્યા કરવા જઈ રહ્યો હતો. જો કે ગામના લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યો હતો. 


Gujarat Corona Update : નવા 1056 દર્દી, 1138 દર્દી સાજા થયા 20 લોકોનાં મોત


પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કેટલાક વર્ષથી આરોપી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે. જો કે કોરોનાને કારણે કામ ધંધો છૂટી જતા આરોપી છેલ્લા 3 મહિનાથી તેના માતા અને ભાઈ સાથે કેલીયા વાસણા ખાતે આવેલ તેના ઘરે આવ્યો હતો. રાજુ પટેલ અને તેનો ભાઈ કુંવારા છે. પાડોશી સાથે સામાન્ય બાબતને લઈને બોલાચાલી પહેલા થઈ હતી. પડોશીના સંડાસ અને બાથરૂમ આરોપીના ઘરની સામે હતા.


મહામંદી! યુવકે કિન્નરને ન માત્ર લૂંટ્યો પરંતુ કર્યું એવું કામ કે પોલીસ પણ ચોંકી ઉઠી

આ અંગે  આગાઉ ઝગડો પણ થયો હતો. હત્યા બનાવ બન્યો તે દિવસે  રાજુ પટેલ ખેતરે જઈને ઘરે આવ્યો હતો. દરમ્યાન પાડોશીની 6 વર્ષની બાળકી બાથરૂમમાં નહાતી હોવાથી તેની માતાએ આરોપીને ઘરમાં જતા રહેવા કહ્યું હતું. આજ વાતને લઈને આરોપીના માથા પર ભૂત સવાર થયું હતું. એક જ પરિવારના 3 લોકોની હત્યા કરનાર આરોપીની હાલતો પોલીસે ધરપકડ કરી છે. આરોપીને સજા પડે તે માટે ની કાર્યવાહી પણ પોલીસ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર