Gujarat Corona Update : નવા 1056 દર્દી, 1138 દર્દી સાજા થયા 20 લોકોનાં મોત
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1056 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1138 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 29604 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 455.44 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1138 દર્દી નોંધાયા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,95,241 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,93,644 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 1597 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14170 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 76 છે. જ્યારે 14094 લોકો સ્ટેબલ છે. 55276 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2674 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 20 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 4, સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 2, અમરેલી 1, ભાવનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, પોરબંદર 1, રાજકોટ 1 અને તાપીનાં 1 કેસનો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 20 લોકોના મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે