ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પેઇન્ટીંગ, શિલ્પકલા અને છબીકલાના ક્ષેત્રે નોંધપાત્ર અને ગણનાપાત્ર યોગદાન આપનારા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્કાર એનાયત કરાય છે. આ માટે રાજ્ય સરકારે કુલ ૩૧ કલાકારોની પસંદગી યાદી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા પસંદ થયેલા આ કલાકારોને રૂ. 51 હજારનો પુરસ્કાર,  શાલ અને તામ્રપત્ર વડે ખાસ સમારંભ યોજી સન્માનિત કરવામાં આવશે એમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની યાદીમાં જણાવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં ભાજપને 5થી 6 બેઠકોમાં જોખમનો ડર, કદાચ 2 મંત્રીઓની પણ કપાશે ટિકિટ


ગૌરવ પુરસ્કૃત કલાકારોને વર્ષ 2016-17, 2017-18, 2018-19 તથા 2019-20 માટે સન્માનિત કરવા કુલ ૩૧ કલાકારોની પસંદગી યાદી જાહેર કરાઈ છે, જે નીચે મુજબ છે...


વર્ષ ૨૦૧૬-૧૭
ક્રમ     ક્ષેત્ર         કલાકારનું નામ     
૧    ચિત્રકલા    શ્રી જયંતીલાલ રાબડીયા
૨    ચિત્રકલા    શ્રી મિલન દેસાઈ    
૩    ચિત્રકલા    શ્રી કશ્યપ પરીખ    
૪    છબીકલા     શ્રી અમુલ પરમાર    
૫    છબીકલા     શ્રી હેમંતકુમાર પંડ્યા     
૬    છબીકલા     શ્રી દિનેશભાઈ પંચોલી     


Baba Bageshwar: અમદાવાદના આ આલીશાન બંગલોમાં રોકાશે બાબા બાગેશ્વર, જુઓ અંદરની તસવીરો


વર્ષ ૨૦૧૭-૧૮
ક્રમ     ક્ષેત્ર         કલાકારનું નામ     
૭    ચિત્રકલા    શ્રી ઉમેશકુમાર ક્યાડા    
૮    ચિત્રકલા    શ્રી દિનુભાઈ પટેલ    
૯    ચિત્રકલા    શ્રી કેશવભાઈ ટંડેલ    
૧૦    છબીકલા     શ્રી વિપુલ લહેરી    
૧૧    છબીકલા     શ્રી રમેશ બારીયા    
૧૨    છબીકલા     શ્રી કલ્પિત ભચેચ    
૧૩    શિલ્પકલા     શ્રી હિંમત પંચાલ    
૧૪    શિલ્પકલા     શ્રી લાલજી પાનસુરીયા
૧૫    શિલ્પકલા     શ્રી પ્રતાપસિંહ સોલંકી    


ભાજપે ચૂંટણી જીતવા ગુજરાતમાં 'બાબા' ઉતાર્યા, કયા સંત્રી-મંત્રીના બાબા પર છે ચારહાથ?


વર્ષ ૨૦૧૮-૧૯
ક્રમ     ક્ષેત્ર         કલાકારનું નામ     
૧૬    ચિત્રકલા    શ્રી અરવિંદ ઘોસાળકર    
૧૭    ચિત્રકલા    શ્રી નરેન્દ્ર પટેલ    
૧૮    ચિત્રકલા    શ્રી પ્રવિણા મહિચા    
૧૯    છબીકલા     શ્રી વ્રજ મિસ્ત્રી        
૨૦    છબીકલા     શ્રી નિકુંજ વાગડીઆ     
૨૧    છબીકલા     શ્રી સાદીકસાહેબ સૈયદ    


કર્ણાટકના પરિણામો બાદ ગુજરાતમાં ભાજપ સાવધાન, પાર્ટી 30 મેથી 30 દિવસ રહેશે એલર્ટ


વર્ષ ૨૦૧૯-૨૦
ક્રમ     ક્ષેત્ર         કલાકારનું નામ     
૨૨    ચિત્રકલા    શ્રી મહેન્દ્ર પરમાર    
૨૩    ચિત્રકલા    શ્રી કાંતિલાલ પંચાલ    
૨૪    ચિત્રકલા    શ્રી કનુભાઈ પંચાલ    
૨૫    છબીકલા    શ્રી દેવજીભાઈ શ્રીમાળી
૨૬    છબીકલા    શ્રી રાજેશકુમાર પટેલ    
૨૭    છબીકલા    શ્રી સિદ્ધાર્થ રાઠોડ    
૨૮    શિલ્પકલા     શ્રી કનુભાઈ પારૂપરલા    
૨૯    શિલ્પકલા     શ્રી રાજેશ મૂળીયા    
૩૦    શિલ્પકલા     શ્રીમતી બીના પટેલ    
૩૧    શિલ્પકલા     શ્રી નથુભાઈ ગરચર (રેતિશિલ્પ માટે)    


ભાજપની કારોબારી બેઠકમાં એક કેબિનેટ મંત્રી ઉંઘતા ઝડપાયાં, રત્નાકરે બરાબરના ખખડાવ્યા