સુરત: જમીનનાં ટોકન આપવાના બહારે યુવાનને બોલાવી 31 લાખની લૂંટ ચલાવી
શહેરના દાંડી નરથાણ રોડ પર અમદાવાદના યુવકને લૂંટ લેવામાં આવ્યો હતો. યુવકને સસ્તી જમીન આપવાના બ્હાને રૂપિયા લઈને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પાસેથી 31 લાખ રૂપિયા લૂંટી લેવામાં આવ્યાં હતાં. આ અંગે યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં ચાર લાખ રૂપિયા મળી આવ્યાં હતાં. યુવક અને લૂંટારૂઓ વચ્ચે ઝપાઝપી દરમિયાન ચાર લાખ પડી ગયા હતાં તે મળી આવ્યાં હતાં. હાલ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત : શહેરના દાંડી નરથાણ રોડ પર અમદાવાદના યુવકને લૂંટ લેવામાં આવ્યો હતો. યુવકને સસ્તી જમીન આપવાના બ્હાને રૂપિયા લઈને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પાસેથી 31 લાખ રૂપિયા લૂંટી લેવામાં આવ્યાં હતાં. આ અંગે યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં ચાર લાખ રૂપિયા મળી આવ્યાં હતાં. યુવક અને લૂંટારૂઓ વચ્ચે ઝપાઝપી દરમિયાન ચાર લાખ પડી ગયા હતાં તે મળી આવ્યાં હતાં. હાલ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે, અનેક મહત્વનાં કરાર થવાની શક્યતા
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, હોટલ વ્યવસાય સાથે જોડાયેલા અમદાવાદના યુવાનને સસ્તી જમીન અપાવવાના બહાને 31 લાખના ટોકન સાથે સુરત ખાતે બોલાવવામાં આવ્યો હતો. જો કે જે દલાલ થકી સોદો થવાનો હતો તે દલાલો જ લૂંટ કરીને ફરાર થઇ ગયા હોવાની કેફિયત યુવકે પોલીસને આપી હતી. અમદાવાદના યુવાનને સુરતના ઓલપાડ ખાતે સસ્તી જમીન બતાવવાના બહાને નરથાણ દાંડી રોડ પર લઇ જઈ જમીન લેવા આવેલા યુવાન પાસેથી ટોકન ના 31 લાખ રૂપિયા લૂંટી દલાલ સહીત તેના ચાર સાગરીતો ફરાર થઇ ગયા હતા.
સર્વત્ર મંદીનો ભરડો: તહેવારોની સિઝન નજીક આવતા સોનામાં તેજીનો ચમકારો
સુરત: પરવત પાટીયામાં ભયાનક આગ, 10 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
જોકે લૂંટની ઘટના બાદ ઓલપાડ પોલીસ સહીત ઊંચ પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી ભોગ બનનાર યુવાનનો જવાબ લઇ તપાસ હાથ ધરી હતી. જો કે આ લૂંટની ઘટનામાં યુવક અને આરોપીઓ વચ્ચે થયેલી ઝપાઝપીમાં ચાર લાખ રૂપિયા પડી ગયા હતા. જે પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યા હતા. હાલ યુવકની ફરિયાદનાં આધારે પોલીસે તપાસ આદરી છે.