મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે, અનેક મહત્વનાં કરાર થવાની શક્યતા

વિજય રૂપાણી દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું જ્યાં શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું હતું તે તાશ્કંદ મેમોરિયલની મુલાકાત પણ લેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે, અનેક મહત્વનાં કરાર થવાની શક્યતા

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજ ૧૯ ઓક્ટોબરથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે જઈ રહ્યા છે. મુખ્યમંત્રીને ઉઝબેકિસ્તાનમાં પ્રથમ વાર યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ફોરમ અંતર્ગત ‘ઓપન એન્ડિજાન’ના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેવા ઉઝબેકિસ્તાને આપેલા નિમંત્રણનો સ્વીકાર કરી તેઓ આ ફોરમમાં સહભાગી થવાના છે. શ્રી વિજયભાઇ રૂપાણી તેમના આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તેમજ એન્ડિજાન પ્રદેશના ગવર્નર તથા સમરકંદ અને બુખારાના ગવર્નરો તેમજ તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક યોજશે. આ પ્રવાસ દરમિયાન એન્ડિજાન સમરકંદ, બુખારા અને તાશ્કંદમાં યોજાનારા બિઝનેસ ફોરમમાં પણ ગુજરાત ડેલિગેશન સાથે ભાગ લેશે. મુખ્યમંત્રી સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, હોસ્પીટાલીટી, ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થ કેર, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ, ડેરી, ટેક્ષટાઇલ વગેરે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતો પણ  જોડાવાના છે.

કોંગ્રેસનું જન આશીર્વાદ સંમેલન: ગદ્દાર ધવલસિંહે સમાજનો દ્રોહ કર્યો પરાજય નક્કી છે: વિક્રમસિંહ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમ અનુસાર ૧૯ ઓક્ટોબર શનિવારે વહેલી સવારે અમદાવાદથી નીકળી એન્ડિજાન પહોંચશે અને ત્યાં આયોજીત ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ઓપન એન્ડિજાનના ઉદઘાટન સમારોહમાં જોડાશે. એન્ડિજાન શહેરમાં એક સ્ટ્રીટનું લોહપુરુષ સરદાર પટેલ નામાભિધાન કરવામાં આવ્યું છે તેનું ઉદઘાટન તેમજ સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ પણ વિજય રૂપાણી કરશે.  ત્યાર બાદ ઉઝબેકિસ્તાનના ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોનની મુલાકાત લેશે અને ત્યાં કેડિલા ફાર્માના પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. તેઓ ફિક્કી વિમેન્સ ઓર્ગેનાઇઝેશન આયોજીત વુમન સબ કમિટિની બેઠકમાં સંબોધન કરશે અને રૂપિયા ર કરોડના ખર્ચે નિર્માણ થયેલી શારદા યુનિવર્સિટીનું ઉદઘાટન કરશે.
વડોદરામાં પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસી મહિલા કાર્યકરોએ મેયરને ધક્કે ચડાવતા તબીયત બગડી

અનોખી પહેલ! અંધજન મંડળની બહેનોને ઓફીસમાં જ બોલાવી દિવડાઓનું વેચાણ કરાયું
મુખ્યમંત્રી તેમના પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર સાથે મુલાકાત કરશે અને ઉદ્યોગ, વેપારીઓ સાથે મંત્રણા કરીને સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીમાં ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મુલાકાત પણ લેશે. રૂપાણી ૨૧મી ઓક્ટોબરે પ્રવાસના ત્રીજા દિવસે બુખારાના ગવર્નર સાથે બેઠક કરશે અને ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત બી-ટુ-બી મીટીંગમાં સહભાગી થશે. તેઓ બુખારાના ઐતિહાસિક કેન્દ્રમાં ટુરિઝમ પ્રોજેક્ટ, ટુરિઝમ ઝોન અને ટુરિઝમ ઇકોસિસ્ટમની પણ નિરિક્ષણ મુલાકાત કરશે.  વિજય રૂપાણી ૨૨ ઓક્ટોબરે તાશ્કંદની મુલાકાતે જશે અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ખાતે જઇને પુષ્પાંજલિ અર્પણ કરશે અને મ્યુઝિયમની મુલાકાત કરશે. ત્યારબાદ શાસ્ત્રી સ્કુલની મુલાકાત લઇને બાળકો સાથે સંવાદ કરશે.

લંકાની લાડીને ઘોઘાનો વર: દર્દીઓની તપાસ વડોદરામાં અને સારવાર પંચમહાલમાં
વિજયભાઇ રૂપાણી તાશ્કંદના મેયર સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજશે અને બી-ટુ-બી બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ઉઝબેકિસ્તાનમાં આયોજીત મહાત્મા ગાંધી પ્રદર્શનનું ઉદઘાટન મુખ્યમંત્રી કરશે અને  તાશ્કંદની AMITY યુનિવર્સિટી કેમ્પસની મુલાકાતે જશે. તેઓ તાશ્કંદ-ઉઝબેકિસ્તાનમાં વસવાટ કરી રહેલા ગુજરાતી સમુદાયો સાથે ભોજન લેશે. ત્યાર બાદ પ્રવાસના અંતિમ દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત સવકત મીરઝી યોવેવ સાથે બેઠક યોજાશે અને બપોર બાદ ગુજરાત પરત આવવા માટે રવાના થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news