સર્વત્ર મંદીનો ભરડો: તહેવારોની સિઝન નજીક આવતા સોનામાં તેજીનો ચમકારો

દિવાળીની ઉજવણી ખરીદી વગર શક્ય જ નથી. દિવાળીમાં ચારે બાજુ ખરીદીનો માહોલ જામેલો હોય છે દિવાળીના તહેવાર શરૂ થતા જ સોનાની માંગમાં પણ વધારો થાય છે. ખાસ કરીને લોકો દિવાળી પર સોનાની ખરીદીને શુભ માને છે અને તેથી જ સોનાની માંગ વધતા ભાવમાં પણ વધારો જોવા મળે છે. તેમ છતા પણ એક દ્રઢ રૂઢી અને માન્યતા અનુસાર લોકો સોનુ ખરીદતા જ હોય છે.
સર્વત્ર મંદીનો ભરડો: તહેવારોની સિઝન નજીક આવતા સોનામાં તેજીનો ચમકારો

અમદાવાદ : દિવાળીની ઉજવણી ખરીદી વગર શક્ય જ નથી. દિવાળીમાં ચારે બાજુ ખરીદીનો માહોલ જામેલો હોય છે દિવાળીના તહેવાર શરૂ થતા જ સોનાની માંગમાં પણ વધારો થાય છે. ખાસ કરીને લોકો દિવાળી પર સોનાની ખરીદીને શુભ માને છે અને તેથી જ સોનાની માંગ વધતા ભાવમાં પણ વધારો જોવા મળે છે. તેમ છતા પણ એક દ્રઢ રૂઢી અને માન્યતા અનુસાર લોકો સોનુ ખરીદતા જ હોય છે.

કોંગ્રેસનું જન આશીર્વાદ સંમેલન: ગદ્દાર ધવલસિંહે સમાજનો દ્રોહ કર્યો પરાજય નક્કી છે: વિક્રમસિંહ
દિવાળીના તેહવાર સમયે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ ને લઈ  સોનાની ખરીદીમાં એડવાન્સ બુકીગ પણ થતા હોય છે હાલ બજારમાં 24K 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.3૯૦૦0 જેટલો  છે. ગત વર્ષે સોનાના ભાવ રૂ.31500 હતો  એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે સોનાના ભાવમાં 22% જેટલો વધારો થયો છે. જેના કારણે ગત વર્ષ ની સરખામણી માં આ વર્ષે  સોનાની ખરીદીમાં ઘટાડો થયો છે. જો કે જેમના ઘરમાં નજદીકમાં પ્રસગ આવી રહ્યો હોય તો તે લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે. અને આમ તો ખરીદારનું માનવું છે કે ભાવ વધારે હોય કે ઓછો દિવાળીમાં થોડું પણ સોનું ખરીદે છે.

લંકાની લાડીને ઘોઘાનો વર: દર્દીઓની તપાસ વડોદરામાં અને સારવાર પંચમહાલમાં
જો છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2009 માં સોનાનો ભાવ રૂ.14500 પ્રતિ 10 ગ્રામ હતો જે આજે રૂ.39530 છે એટલે કે લગભગ 3 ગણો વધી ગયો છે. સોનાની ખરીદી દિવાળી પર માત્ર શુકન માટે જ નહીં પરંતુ તમે એક રોકાણના વિકલ્પ તરીકે પણ કરી શકો છો જે ભવિષ્યમાં તમને સારૂ વળતર આપી શકે છે. આ જોકે આ વર્ષ રોકાણકારો ની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.તેમજ ખરીદારો પણ જૂનું સોનુ આપી નવું સોનુ ખરીદી રહ્યા છે..આ વર્ષે દિવાળી ના તહેવાર ને લઈ ને અવનવી વેરાયટી સોની બજાર માં જોવા મળી રહી છે પરંતુ સાથે ક્યાંક ને કયાંક ખરીદારો નું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news