જયેશ ભોજાણી, રાજકોટઃ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ભારે વરસાદને કારણે અનેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તો પાણીનો પ્રવાહ વધતા નદીઓ ગાંડીતૂર બની છે. આ વચ્ચે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગોંડલી નદી ગાંડીતૂર બનતા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. આ લોકોને નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

32 લોકોને કરાયા રેસ્ક્યૂ
ગોંડલમાં આવેલી ગોંડલી નદી ભારે વરસાદને કારણે ગાંડીતૂર બની છે. નદીમાં પાણીના ભારે પ્રવાહને કારણે ચુનારા અને દેવીપૂજક સમાજના 32 લોકો ફસાઇ ગયા હતા. આ ફસાયેલા લોકોએ પાણી વધવાને કારણે મંદિરની ઉપર આસરો લીધો હતો. આ માહિતી મળતા ગોંડલ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. 


કેન્દ્રીય જળ આયોગની ભરૂચમાં પૂરની ચેતવણી, જિલ્લામાં તૈનાત રહેશે બે NDRFની ટીમ


નગરપાલિકાના પ્રમુખ અશોક પીપળીયાની હાજરીમાં આ લોકોનું રેસ્ક્યૂ કરીને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ફસાયેલા લોકો નદી પાસે આવેલા મેલડી માતાજીના મંદિરે ગયા હતા. પરંતુ ત્યારબાદ પાણીનો પ્રવાહ વધી જતા ત્યાં ફસાઇ ગયા હતા.


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube