ગાંધીનગરઃ  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 364 કેસ નોંધાયા છે. તો 29 લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 316 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 3562 લોકો ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યનો ડિસ્ચાર્જ રેટ 38.43 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં નવા કેસની સાથે કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 9268 પર પહોંચી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 566 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં 29 લોકોના મૃત્યુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 29 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 566 પર પહોંચી ગયો છે. તો નવા 364 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 9268 કેસ નોંધાયા છે. 29 મૃત્યુમાંથી 25 મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. તો પાટણમાં એક અને સુરતમાં ત્રણ લોકોના મોત થયા છે. 


રાજ્યમાં હાલ 5140 એક્ટિવ કેસ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 9268 કેસ નોંધાયા છે, જેમાંથી 3562 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને 566 લોકોના મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં કુલ 5140 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 39 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 


અમદાવાદમાં 238 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 238 લોકો ડિસ્ચાર્જ થયા છે. તો ભાવનગરમાં 4, છોટાઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 8, ખેડામાં 2, મહીસાગરમાં 7, પાટણમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 6 અને વડોદરામાં 44 લોકો ડિસ્ચાર્જ થયા છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 364 કેસ નોંધાયા છે. જેમાં 292 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 18, સુરતમાં 23, ભાવનગરમાં 3, પાટણમાં 2, પંચમહાલમાં 1, બનાસકાંઠામાં 1, મહેસાણામાં 8, ગીર સોમનાથમાં 1, ખેડા 1, જામનગર 3, અરવલ્લી 1, મહીસાગર 1, દેવભૂમિ દ્વારકા 7, જુનાગઢ 1, અમરેલીમાં 1 કેસ નોંધાયો છે. 


રાજ્યમાં અત્યાર સુધી 1222298 ટેસ્ટ થયા
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 1 લાખ 22 હજાર 297 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 9268 લોકોનો રિપોર્ટ પોઝિટિવ અને 113029 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. રાજ્યભરમાં અત્યારે કુલ 199145 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. તો સરકારી ફેસિલીટીમાં 8752 અને ખાનગી ફેસિલીટીમાં 640 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. આમ કુલ 208537 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. 


સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર
રાજ્યમાં હવે સમગ્ર જગ્યાએ કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના તમામ 33 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે. અત્યાર સુધી બાકી રહેલા અમરેલી જિલ્લામાં પણ આજે એક કેસ નોંધાયો છે. એટલે ગુજરાતનો એકપણ જિલ્લો કોરોનાથી મુક્ત રહ્યો નથી. ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદમાં 6645, વડોદરામાં 592, સુરતમાં 967 કેસ નોંધાયા છે. ત્યારબાદ ગાંધીનગરમાં 142 અને ભાવનગરમાં 100 કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર