કચ્છ: કચ્છમાં ભૂકંપના આચંકા અનુભવાય છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 9 કિલોમીટર દુર જણાવવામાં આવી રહ્યું છે. જો કે, કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 મહિનામાં રાજ્યમાં 70થી વધુ ભૂકંપના આચંકા અનુભવાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- "દિવસે કામ રાત્રે વિશ્રામ"ની નેમ સાથે ભાવનગરના 115 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ


આ અગાઉ ઉપલેટામાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. સવારે 08.23 વાગ્યે 2.6ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. ધરતીકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવાર સવારમાં ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ધરતીકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 16 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો:- વડોદરામાં બોગસ કોરોના પોઝિટિવ રિપોર્ટ બનાવી વીમો પકવવાના કૌભાંડનો પરદાફાશ


ઉલ્લેખનીય છે કે, સિસ્મોલોજિસ્ટનું કહેવું છે કે, જ્યારે વરસાદ વધારે થયા છે તો હળવા ભૂકંપના આચંકા આવતા રહે છે. આ પહેલા 7 નવેમ્બરના ભરૂચમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા. બપોર ત્રણ વાગીને 39 મીનિટ પર તનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર ભરૂચથી 36 કિલોમીટર દુર દક્ષિણ પૂર્વમાં સ્થિત હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube