ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગરના 115 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો કર્યો પ્રારંભ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઘોઘાના 19 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે આજથી દિવસે વીજળી મળશે

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગરના 115 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો કર્યો પ્રારંભ

નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઘોઘાના 19 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે આજથી દિવસે વીજળી મળશે. યોજનાથી ખેડૂતોને રાતના ઉજાગરા, વન્યજીવના ત્રાસમાંથી મુક્તિ મળશે. શિયાળાની ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીનો પણ આ યોજનાથી અંત આવશે. જિલ્લાના 41 ફીડરો માંથી 115 ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે વીજળી આપવાની યોજનાનો પ્રારંભ કરાયો હતો.

"દિવસે કામ રાત્રે વિશ્રામ"ની નેમ સાથે ભાવનગર જીલ્લાના 115 ગામોને આજથી કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળીના લાભ આપતી યોજનાનો પ્રારંભ થયો છે. ભાવનગરના ઘોઘા તાલુકાના મોરચંદ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ તથા સાંસદ ડો.ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકાના 19 ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ સમાવિષ્ટ કરી આજથી જ સવારે 5 થી 1 અને 1 થી 9 સુધી દિવસે વીજળી આપવાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું સ્વાગત અને ત્યારબાદ મંત્રી દ્વારા ડીજીટલ તકતી અનાવરણ કરી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જણાવ્યું જે હાલ 115 ગામોને આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબકકા વાર બીજા ગામોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ તકે મંત્રીએ સરકારની સિદ્ધિને વાગોળતા કહ્યું કે 1960થી 2002 સુધીના 42 વર્ષના સમયગાળામાં તે સમયની સરકારે ખેડૂતોને 7,33,000 જોડાણો આપ્યા હતા.

જયારે 2002 થી 2020ના 18 વર્ષના સમયગાળામાં ભાજપ સરકારે 12,00,628 જેટલા જોડાણો આપ્યા છે જે સરકારની કામ કરવાની ગતિ અને સિદ્ધિનો પરિચય છે. "વાયદા નહિ પરંતુ ફાયદા"ની વાત કરવા સરકાર કટિબદ્ધ છે. આ ઉપરાંત આગામી સમયમાં કચ્છમાં રૂફટોપ યોજના હેઠળ યુપીના વપરાશ કરતા પણ વધુ વીજ ઉત્પાદન કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news