ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પાંચ દિવસીય ચોમાસા સત્રની આવતીકાલથી શરૂઆત થશે ગુજરાત વિધાનસભાની પહેલી બેઠક બપોરે બાર વાગે મળશે. જેમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોરોનાથી અવસાન પામેલા અવસાન પામેલા લોકો સહિત ગુજરાત વિધાનસભાના સદસ્ય રહેલા એવા સભ્યો જે મૃત્યુ પામ્યા છે તેમના અંગે શોક દર્શન ઉલ્લેખ કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના સત્રમાં ત્રણ અલગ-અલગ વટહુકમ રજૂ કરવામાં આવશે. જ્યારે બીજી બેઠક બપોર બાદ મળશે જેમાં મળશે જેમાં ટૂંકી મુદતના પ્રશ્નો અને અગત્યની જાહેર બાબતો પર ચર્ચા થશે. ત્યારબાદ અલગ-અલગ ૨૩ જેટલા અહેવાલ વિધાનસભા મેજ પર મૂકવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોર રંગે હાથ ચોરી કરતા ઝડપાયો, GRD જવાન પોલીસ સ્ટેશન લઇ જાય તે પહેલા જ ગળે બ્લેડ મારી ઘટના સ્થળે જ મોત


પાંચ દિવસીય ચોમાસા સત્ર નો આવતીકાલથી થશે પ્રારંભ થશે. પ્રથમ દિવસે પણ કોરોના રેપીડ ટેડટિંગ માટે ટિમ રાખવામાં આવશે. બાકી રહેલા ધારાસભ્ય અથવા અધિકારી કરી શકશે ટેસ્ટ. પ્રવેશ સમયે જ વિધાનસભામાં તાપમાન માપવામાં આવશે. ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા માં પણ સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવશે. મુખ્ય હોલ માં 92 ધારાસભ્ય તો પ્રેક્ષક ગેલેરી માં 79 ધારાસભ્ય ની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. સત્રના પ્રથમ દિવસે બે બેઠક મળશે. બપોરે 12 વાગે મળનારી પ્રથમ બેઠક માં શોક દર્શક ઉલ્લેખ લાવવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ. આ સિવાય કોરોના વોરિયર્સ, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા સહિત 8 સભ્યોને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ અપાશે. 


ATM માંથી પૈસા ઉપાડતા પહેલા વાંચો આ ખાસ અહેવાલ, નહી તો લાગી જશે લાખો રૂપિયાનો ચુનો


પ્રથમ બેઠક માં 2 નામંજૂર કરતા વટહુકમ લાવવામાં આવશે. જ્યારે પ્રથમ બેઠક માં 3 સરકારી વિધેયક લાવવામાં આવશે. ધારાસભ્યો સહિત મંત્રીઓ અને પદાધિકારીઓ ના 30 ટકા પગાર કપાત સુધારા વિધેયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક તથા ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક લાવવામાં આવશે. બીજી બેઠક માં પહેલા 2 ટૂંકી મુદ્દત ના પ્રશ્નો પર જવાબ રજૂ થશે. ઉત્તર ગુજરાત માં ગાયો રસ્તા પર છોડી દેવા બાબત અને નવસારી જિલ્લા માં વરસાદ થી રસ્તાઓ ખરાબ થવા બાબતે જવાબ રજૂ થશે. નિયમ 116 અંતર્ગત કોંગ્રેસ ના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા તાકીદ બાબત પર વિધાનસભા માં મુદ્દો ઉઠાવશે. પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના થતા અપહરણ મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે.


એક એવું ગામ કે જ્યાં શાકભાજી અને કરિયાણાની દુકાનો સહિત સંપુર્ણ લોકડાઉન લાગુ


બીજી બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા પણ મહત્વનું નિવેદન આવશે. નિયમ 44 અંતર્ગત મુખ્યમંત્રી વિધાનસભામાં નિવેદન આપશે. મુખ્યમંત્રીના નિવેદન બાદ વિવિધ એહેવાલ મેજ પર મુકવામાં આવશે. ત્યારબાદ વિધાનસભામાં સભ્યોના રજીનામ બાબતે અધ્યક્ષ દ્વારા જાહેરાત થશે. આદિજાતિ મંત્રી ગણપત વસાવા પણ ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદમાં સભ્ય ચૂંટવા બાબતે પ્રસ્તાવ રજૂ કરશે. બીજી બેઠક માં કોરોના વોરિયર્સ માટે મહત્વનો સરકારી સંકલ્પ લાવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના વોરિયર્સની મહામારીની સ્થિતિમાં કામગીરી ને બિરદાવતો પ્રસ્તાવ રજૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાં અને 14 હજાર કરોડ ના આત્મનિર્ભર પેકેજ બાબતે સભ્યોને માહિતગાર કરશે. અઢી કલાક જેટલો સમય પ્રસ્તાવ માટે અપાશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube