અમદાવાદ: ધોળકામાંથી મળેલા બિનવારસી મૃતદેહનો ભેદ ઉકેલાયો, 4 શખ્સોની ધરપકડ
અમદાવાદના ધોળકામાંથી મળી આવેલ બિનવારસી મૃતદેહની ઓળખ થયા બાદ યુવકની હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર શખ્સોની ધરપકડ કરી છે. હત્યારાઓને ડર હતો કે મૃતક તેમનું જ ખૂન કરી નાખશે તે ડરથી ષડયંત્ર બનાવી યુવકની હત્યા કરી
મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદના ધોળકામાંથી મળી આવેલ બિનવારસી મૃતદેહની ઓળખ થયા બાદ યુવકની હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર શખ્સોની ધરપકડ કરી છે. હત્યારાઓને ડર હતો કે મૃતક તેમનું જ ખૂન કરી નાખશે તે ડરથી ષડયંત્ર બનાવી યુવકની હત્યા કરી. મૃતદેહને સળગાવી ઓળખ ન થાય તે માટે આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોઈએ આ અહેવાલ કે કોણ છે આ હત્યારાઓ અને યુવકની હત્યા કરવા પાછળનું શું હતું કારણ...
આ પણ વાંચો:- અમદાવાદ: ગેંગરેપ કેસમાં 2 આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરન્ટ આધારે કરી ધરપકડ
પોલીસ ગિરફતમાં ઉભેલા આ ચારેય આરોપીઓ પર હત્યાનો આરોપ છે. જેને લઇ ગણતરીના દિવસોમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ચારેય આરોપીઓને ઝડપી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આરોપીનું નામ છે નીતિન ઉર્ફે ભુરિયો ચૌહાણ, ઋતિક ચૌહાણ,રાહુલ પુરબીયા અને નરેન્દ્ર ઉર્ફે ભોપો પુરબીયા પોલીસે આ ચારેય શખ્સોને ઝડપી તેમની પાસેથી હત્યાના ગુનામાં વપરાયેલ કાર મોબાઈલ કબજે કર્યા છે.
આ પણ વાંચો:- AMCનો મહત્વનો નિર્ણય: ખાણીપીણીની દુકાનો હવે રાતના 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લી
જોકે તેમની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મૃતક વિકાસ ઉર્ફે ચૂન્ની પાંડે ગત 1 નવેમ્બરથી ગુમ હતો. ત્યારે પકડાયેલા આરોપીઓએ તેને કારમાં બેસાડી ધોળકાના આંબેઠી રોડ પાસે લઈ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. એટલું જ નહીં પરંતુ હત્યારા ઓએ તેમની ઓળખ છતી ન થાય તે માટે મૃતક પર પેટ્રોલ છાંટી તેને સળગાવીને પુરાવાનો નાશ કર્યાનો આરોપ છે.
આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1125 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત
પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મૃતક વિકાસ ઉર્ફે ચૂન્ની પાંડે થોડા સમય પહેલાં જ જેલમાંથી બાર આવ્યો હતો અને અગાઉની તકરાર નિતીન ઉર્ફે ભુરીયા સાથે હોવાથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. મૃતક વિકાસ ઉર્ફે ચુન્ની પાંડે નિતીન ભુરીયા ને પોતાના વાહનમાં બેસાડવાની ના પાડી દીધા બાદ મૃતક અને આરોપીઓને મતભેદ થવા લાગ્યા હતો.
આ પણ વાંચો:- આવતી કાલથી શામળાજી મંદિરમાં પાંચ દિવસનું ખાસ આયોજન, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા
બાદમાં મૃતક અને આરોપીઓને પોતાની હત્યા થઈ જવાનો ડર હતો. જેને પગલે નિતીન ભુરીયા એ વિકાસની હત્યા કરવાનું નક્કી કરી ઘરેથી તીક્ષ્ણ હથિયાર લઇ કાર સાથે નીકળ્યો હતો. મૃતક વિકાસ ઉર્ફે ચૂંન્ની પાંડેની સળગાવેલી હાલતમાં મળેલી લાશ બાદ તેના હાથ પરથી મળી આવેલા ટેટુના આધારે આ હત્યાનો ભેદ ઉકેલાયો છે. ત્યારે ઝડપાયેલા આરોપીઓને અન્ય ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube