Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1125 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1125 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1352 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 6 લોકોના કોરોનાથી મોત થયા છે

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1125 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1125 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1352 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,83,844 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,67,820 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,779 પર પહોંચ્યો છે.

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 814.97 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 66,25,876 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1125 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1352 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,67,820 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 91.28 ટકા છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,95,986 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,95,890 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 96 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,245 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 74 છે. જ્યારે 12,171 લોકો સ્ટેબલ છે. 1,67,820 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,779 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 6 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 સહિત કુલ 6 લોકોનાં મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news