ઉના : રાજ્યનાં પોલીસવડા રવિવારે ઉના તાલુકાની મુલાકાતે હતા. તેમની મુલાકાત પુર્ણ થયાના 1 કલાક બાદ નવાબંદરમાં જૂથ અથડામણની ઘટના બનતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એએસપી, એસપી સહિત 4 પોલીસ કર્મચારીઓ અને 10 લોકો ઘાયલ થતા સારવાર માટે ઉના ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે 20-25 લાખ નહી માત્ર 240 રૂપિયામાં થશે સારવાર, આ રહી વિગત


ઉના તાલુકાના વાવાઝોડાની સ્થિતિ હજુ થાળે પડી નથી ત્યાં નવાબંદરમાં જૂથ અથડામણની ઘટના બનતા તંત્ર દોડતું થયું હતું. બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર બપોરે 2 વાગ્યા આસપાસ બોટ લાંગરવા જેવી નજીવી બાબતે થયેલી માથાકુટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે જુથ મોટા પ્રમાણમાં સામસામે આવી ગયા હતા. એકબીજા પર જીવલેણ હૂમલો કર્યો હતો. 


AHMEDABAD: ફઝલને PLAY BOY બનવું ભારે પડ્યું, ગર્લફ્રેન્ડે હોટલની ડિઝાઇન જોઇ ઝડપ્યો અને...


ડીજીપી પણ ઉના તાલુકામાં હોય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તોફાને ચડેલા ટોળાએ પોલીસ પર પણ ઘાતક હૂમલો કર્યો હતો. જેમાં એએસપી ઓમપ્રકાશ જાટ, પીએસઆઇ એમ.વી ચુડાસમા, રાજુભાઇ ગઢવી, પ્રકાશ ચાવડાને ઇજા પહોંચી હતી. રાહુલ ત્રીપાઠીને પણ પગનાં ભાગે પથ્થર વાગતા તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. 


AHMEDABAD: સિવિલમાં દિવસ રાત મ્યુકોરમાઇકોસિસની સર્જરી, ઇન્જેક્શન મુદ્દે રઝળપાટ યથાવત


બીજી તરફ તોફાને ચડેલા ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે હવામાં ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. ટોળાને કાબુમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ટોળાએ બે કલાક સુધી નવાબંદરને બાનમાં લીધું હતું. આ અથડામણમાં 10થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને સારવાર માટે ઉના ખસેડાયા છે. ઘટના બાદ ગીરગઢડા, કોડીનાર અને તલાલા પોલીસનો પણ ખડકલો કરી દેવામાં આવ્યો હતો. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં કોવીન એપ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત


નવા બંદરના આગેવાનો વાવાઝોડા બાદ મુલાકાતે ગયા ત્યાં પાછળથી નવા બંદરમાં તોફાન થયું હતું. ઘટનાની જાણ થતા આગેવાનો નવા બંદરે દોડી આવ્યા હતા. લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા. ઉશ્કેરાયેલા લોકોએ ધાબા પરથી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube