મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે 20-25 લાખ નહી માત્ર 240 રૂપિયામાં થશે સારવાર, આ રહી વિગત

રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો રોગચાળો વકરી રહ્યો છે. જો કે આ રોગની સારવાર ખુબ જ ખર્ચાળ હોય છે. પરંતુ સરકાર દ્વારા હવે આ જીવલેણ બિમારીની સારવાર સસ્તી થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં  આ જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તે અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 

Updated By: May 24, 2021, 05:37 PM IST
મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે 20-25 લાખ નહી માત્ર 240 રૂપિયામાં થશે સારવાર, આ રહી વિગત

ગાંધીનગર : રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો રોગચાળો વકરી રહ્યો છે. જો કે આ રોગની સારવાર ખુબ જ ખર્ચાળ હોય છે. પરંતુ સરકાર દ્વારા હવે આ જીવલેણ બિમારીની સારવાર સસ્તી થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં  આ જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તે અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 

મળતી માહિતી અનુસાર મ્યુકોરમાઇકોસિસનાં એક ઇન્જેક્શનની કિંમત ઘટાડો થશે તો એક વ્યક્તિના સારવારનો ખર્ચ 10થી 15 લાખ રૂપિયા સુધી પહોંચતો હતો તે હવે માત્ર 4000 રૂપિયાની આસપાસ જ પુર્ણ થઇ જશે. અમદાવાદમાં સોલા સિવિલ અને અસારવા સિવિલથી ઇન્જેક્શન ઉપલબ્ધ થઇ શકે છે. આ અંગેની જાહેરાત સરકાર કરશે. આ ઇન્જેક્શન ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાશે. ઇન્જેક્શનના વિતરણ બાબતે 63573 65462 નંબર પરથી સંપુર્ણ માહિતી મળી શકશે.

રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના અત્યાર સુધીનાં કુલ 2381 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસનાં 81 દર્દીનાં મોત થયા છે. અમદાવાદમાં 35 દર્દીના જ્યારે સુરતમાં 21 જેટલા દર્દીઓનાં મોત આ જીવલેણ બીમારીના કારણે થયો છે. ગુજરાત સરકાર દ્વારા થયેલી નક્કી થયેલી નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા લોકોને પડતર કિંમતે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જે માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીને જરૂરી ડોક્યુમેન્ટ્સ chaamphobdistribution@gmail.com પર મોકલવાનાં રહેશે. 

સી ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલી કોપી, દાકલ દર્દીના કેસની વિગત (પ્રિસ્ક્રીપ્શન) તેમજ કેસની હિસ્ટ્રી, આધારકાર્ડની નકલ, મ્યુકોરમાઇકોસિસનાં નિનાદનની વિગત, સારવાર આપી રહેલા તબીબના ભલામણપત્ર, હોસ્પિટલના અધિકૃત અધિકારીનું નામ અને મોબાઇલ નંબર મોકલવાની રહેશે.

આ મેઇલનું વેરિફિકેશન અમદાવાદના ઇએનટી વિભાગ, એપ્થેલ્મોલોજી અને મેડિસીન વિભાગનાં ડોક્ટરોની ટીમ દ્વારા વેરીફીકેશન કરવામાં આવશે. ખરાઇ કર્યા બાદ ઇન્જેક્શન ફાળવવામાં આવશે. ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શનની ફાળવણી અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઇમેલથી જાણ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube