AHMEDABAD: સિવિલમાં દિવસ રાત મ્યુકોરમાઇકોસિસની સર્જરી, ઇન્જેક્શન મુદ્દે રઝળપાટ યથાવત

ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો છે. જો કે હવે મ્યુકોરમાઇકોસિસે હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બિમારીમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં હાલ આ રોગનાં 500થી વધારે દર્દીઓ દાખલ છે. જ્યારે છેલ્લા 3-4 દિવસથી સિવિલમાં સવારે અને રાત્રે પણ દર્દીઓની સર્જરી ચાલી રહી છે. 
AHMEDABAD: સિવિલમાં દિવસ રાત મ્યુકોરમાઇકોસિસની સર્જરી, ઇન્જેક્શન મુદ્દે રઝળપાટ યથાવત

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો છે. જો કે હવે મ્યુકોરમાઇકોસિસે હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બિમારીમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં હાલ આ રોગનાં 500થી વધારે દર્દીઓ દાખલ છે. જ્યારે છેલ્લા 3-4 દિવસથી સિવિલમાં સવારે અને રાત્રે પણ દર્દીઓની સર્જરી ચાલી રહી છે. 

રોજના આશરે 30થી વધારે દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે. જો કે આ રોગમાં ઘણા અંશે અસરકારક મ્યુકોરમાઇકોસિસનાં ઇન્જેક્શન માટે દર્દીઓના સગા રઝળી રહ્યા છે. એક એક ઇન્જેક્શન માટે દર્દીના સગા કલાકો સુધી હોસ્પિટલની બહાર બેસી રહે છે. કેટલાક કિસ્સામાં વારો આવે તે પહેલા જ ઇન્જેક્શનનો સ્ટોક ખુટી જાય છે. 

રાજ્યમાં સૌથી વધારે મ્યુકોરમાઇકોસિસનાં કેસ અમદાવાદમાં વધી રહ્યા છે. થોડા સમય અગાઉ સિવિલમાં દરરોજ 20થી 22 લોકોની સર્જરી થઇ રહી હતી. જે હવે વધીને 30 પર પહોંચી છે. આ ઉપરાંત દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને જોતા સિવિલમાં વોર્ડ પણ વધારીને કુલ 9 વોર્ડ કાર્યરત છે. 

અત્રે નોંધનીય છે કે, અમદાવાદ બાદ રાજકોટમાં સૌથી વધારે કેસ મ્યુકોરમાઇકોસિસનાં છે. અહીં 500ની આસપાસ દર્દી દાખલ છે. ત્યાર બાદ વડોદરામાં 185 તેમજ સુરતમાં 170થી વધારે કેસ છે. સુરતમાં કાલે ત્રણ દર્દીઓનાં મોત પણ નિપજ્યાં છે. હાલમાં અમદાવાદ સિવિલનાં ઇએનટી ડોક્ટર્સ દિવસરાત ઓપરેશન કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news