બ્રિજેશ દોશી/અમદાવાદ: શહેરના યુવાન અવિનાશ વ્યવસાયે સી.એ છે. માર્ચ મહિનામાં તેઓ પાકિસ્તાન પોતાના લગ્ન માટે ગયા હતા. લગ્ન બાદ તુરંત જ લોકડાઉન લાગુ થતા તેને માતા સાથે અવિનાશના ત્યાં રોકાવું પડ્યું હતું. ભારત પર ફરવાનો વારો આવ્યો ત્યારે તેમને વિટંબણાનો કોઇ પાર રહ્યો નહોતો. અવિનાશના પત્ની પાકિસ્તાની નાગરિક છે અને તેમના પત્નીએ લોંગ ટર્મ વિઝાની અરજી કરી હતી. જો કે તે પતિ સાથે ભારત પરત ફરી શક્યા નહોતા. અવિનાશના પત્ની ગર્ભવતી છે. તેવા સમયે અવિનાશ પોતાનાં 58 વર્ષીય માતા સાથે અમદાવાદ પરત ફર્યા છે. અવિનાશે પોતાની પત્ની માટે જરૂરી દસ્તાવેજી કામગીરી પુરૂ થાય અને ઝડપી ભારત પરત ફરે તેની રાહ જોઇ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બાપુનગર પોલીસનો નવતર પ્રયોગ, નિર્ભય થઇને ફરિયાદ પેટીમાં નાખો તમારી અરજી

કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારી અને સમગ્ર વિશ્વના દેશોએ અપનાવેલા લોકડાઉનને કારણે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સીમાઓ પણ બંધ કરી હતી. વિશ્વના અનેક દેશોમાંથી નાગરિકો વંદે ભારત મિશન થકી અનેક નાગરિકોને પરત લાવવામાં આવી રહ્યા હતા. જો કે પાકિસ્તાનમાં ફસાયેલા ગુજરાતી નાગરિકોએ ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો મદદ માટે સંપર્ક કર્યો હતો. જેથી આ અંગે અંગત રસ લઇને મંત્રી દ્વારા આ તમામને પરત લાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. એન.આર.જી ફાઉન્ડેશન દ્વારા ભારત સરકાર સાથે સંકલન સાથે તમામ નાગરિકોને પરત લાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભારતીય સિંધુ સભાની મદદ પણ લેવાઇ હતી. 


જામનગર: જપ્ત કરેલી ગાડી પરિવારને વાપરવા આપી દીધી, ડ્રાઇવર અને PSI બંન્ને સસ્પેન્ડ

આખરે બુધવારે લગભગ 40 જેટલા ગુજરાતીઓએ વાઘા બોર્ડર પાર કરીને ભારતમાં પરત ફર્યા હતા. વાઘા બોર્ડર પાર આવેલા ગુજરાતીઓ સહિત અન્ય ભારતીયોને 400 કરતા વધારે બોર્ડર પાર આવ્યા હતા. આ અંગે જણાવતા વિનોદભાઇએ જણાવ્યું કે, જ્યારે વાઘા બોર્ડર ક્રોસ કરીને ભારત પરત ફર્યા ત્યારે હૈયામાં હાશકારો અવર્ણનિય હતો. તેઓ માર્ચ મહિનામાં પાકિસ્તાનના હૈદરાબાદ ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામને 15 દિવસ માટે ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube