નરેશ ભાલિયા, જેતપુરઃ જેતપુરમાં છેલ્લા થોડા સમયથી કાયદો અને વ્યવસ્થાની હાલત કથળી ગઈ છે.  હત્યા, મારામારી, દારૂ, છેડતી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને આ સ્થિતિમાં પણ જેતપુર પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોવાનું કહે છે. આજે જેતપુરની સોની બજારમાંથી 40 લાખના સોનાની લૂંટ થઇ છે. પોલીસે CC TV આધારે આરોપી ને પકડવા ની તજવીજ શરૂ કરેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે જેતપુરના નાના ચોક પાસે આવેલ સોની બજારમાં એક સોનાના હોલસેલ વેપારીને લૂંટી લેવામાં આવ્યો હતો.  ઘટના મુજબ, ધોરાજીના રહેવાસી એવા ચીમનભાઈ કાળાભાઇ વેકરીયા અહીં રોજ સોનાના નાના મોટા ઘરેણાં લઈને વેચવા આવે છે આજ પણ ચીમન ભાઈ સવારે પોતાન નિત્ય ક્રમ મુજબ તેવો ધોરાજીથી જેતપુરની બજારમાં સોનાના ઘરેણાં વેચવા માટે આવ્યા હતા, અને તેવો પોતાના રોજિંદા કામ મુજબ જેતપુરની સોની બજાર માંથી નીકળ્યા હતા. તેઓ  નાના ચોક પાસે પોહોચ્યાં હતા ત્યારે પહેલેથી અહીં તૈયાર શખ્સોએ ચીમન ભાઈની આંખમાં મરચાની ભૂકી છાંટી હતી અને તેવોને છરી બતાવીને ચીમનભાઈ ના હાથમાં રહેલ થેલાની લૂંટ કરી હતી. આ લૂંટારાઓનો પ્રતિકાર કરતા ચીમન ભાઈને પગમાં ઇજા થઇ હતી જેના પગલે તેવોને જેતપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચીમનભાઈના થેલામાં 700 થી 800 ગ્રામ જેટલા સોનાના ઘરેણાં હતા અને સાથે 2 લાખ રૂપિયા રોકડા હતા. જે જોતા અંદાજિત 35 થી 40 લાખ રૂપિયાના સોનાની લૂંટ થઇ હતી અને 2 લાખ રુપીયા પણ રોકડા લૂંટાયા હતા. 


અમદાવાદઃ ધોળકામાં ધોળા દિવસે 40 તોલા સોનાના ઘરેણાની ચોરી, પોલીસે શરૂ કરી તપાસ


દિવાળીનો સમય છે અને સવારથી જ તમામ બજારોમાં એક ભીડ પણ જોવા મળે છે ત્યારે, ભરચક બજારમાંથી 35 થી 40 લાખના સોનાની લૂંટે જેતપુર પોલીસની આબરૂના લીરેલરા ઉડાડી દીધા છે. લૂંટ બાદ જેતપુર પોલીસ તાત્કાલિક લૂંટારાના પકડવા લાગી ગઈ હતી.  રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે  રાજકોટ પોલીસની તમામ ખુફિયા બ્રાન્ચ જેવીકે LCB, SOG,  RR સેલ સહીતનો પોલીસ કાફલો તપાસ કરવા માં લાગી ગયો હતો. અને આસ પાસના CC TVના આધારે આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરેલ છે.
 
જેતપુર પોલીસ દ્વારા અવારનવાર કાયદો અને વ્યવસ્થા કડક હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે અહીં રોજે જે ગંભીર ગુનાને લઈને આ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા. છે.  અહીં માત્ર પોલીસ કાગળ ઉપર કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જેતપુરમાં પોલીસ હવે જાહેર જનતાના હિત માટે યોગ્ય પગલાં લે તે જરૂરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube