રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતની ખમીરવંતી ધરાની રસધાર વર્ણવતું વડોદરાના કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં આખા ગુજરાતની ગાથાને આવરી લેવાઈ છે. ગુજરાત દિવસ પર સૌ ગુજરાતીઓને આ ગૌરવવંતુ ગીત આકર્ણષનું કેન્દ્ર બન્યુ છે. સાથે જ લોકો તેને શેર પણ કરી રહ્યાં છે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ ગીત શેર કરીને તેના વખાણ કર્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

40 કલાકારોએ મળીને ગાયુ આ ગીત
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરાના કલાકારોએ ‘જય જય ગરવી ગુજરાત’ ગીત લોન્ચ કર્યું છે. 40 ગાયક કલાકારોએ 3.27 મિનિટનું એકાપેલા પદ્ધતિથી ગીત રજૂ કર્યું છે. એકાપેલા પદ્ધતિથી ગીત બનાવવાનો ગુજરાતમાં પહેલો પ્રયોગ કરાયો છે, જેને લોકો વખાણી રહ્યાં છે. સંગીતકાર નિખિલ, પ્રણવ, શૈલેષે મળીને આ ગીત તૈયાર કર્યું છે. ‘જય જય ગરવી ગુજરાત ગીત’માં ગુજરાતની નદીઓ, સ્થળો અને જાણીતા કલાકારો વિશે વાત કરાઈ.


આ પણ વાંચો : સરકારી નોકરીવાળાને ઘી-કેળા, ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું


ગુજરાતમાં હજી પણ કળિયુગ, પ્રેમસંબંધમાં યુવકના પિતાને આપી સજા, અપહરણ બાદ મારી નાંખ્યા


મનસુખ માંડવિયાએ આ ગીતને ટ્વીટ કરીને લખ્યુ કે, 40 યુવા ગાયકોનાં અનોખા પ્રયાસથી, ગુજરાતનો થયો 'એક' સૂર... હંમેશા કંઇક નવું કરવા માટે જાણીતા ગુજરાતીઓ દ્વારા ગુજરાત દિવસ પર એક તદ્દન નવતર પ્રયોગ રૂપે, ગુજરાતની ધરોહરને વંદન કરતુ આ ગૌરવમય ગીત, ખરેખર અભિનંદનને પાત્ર છે. ગુજરાત દિવસ પર સૌને અઢળક શુભકામનાઓ, જય જય ગરવી ગુજરાત...!!! 


આ પણ વાંચો : 


ગુજરાત સ્થાપના દિન : ગાંધીજી ગુજરાતી...મોદીજી ગુજરાતી... ગુજરાતીઓએ પોતાની આવડતથી કાંઠુ કાઢ્યું