રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 41 ટકા વરસાદ, હજુ 1 ઓગસ્ટ બાદ સારા વરસાદની શક્યતા
IMD ના અઘિકારી દ્વારા જણાવેલ છે કે, રાજયમાં અત્યાર સુઘી સિઝનનો લગભગ ૪૧% જેટલો વરસાદ થઇ ગયેલ છે. બંગાળની ખાડીમાં સાયકલોનીક સકર્યુલેશન બની રહયુ છે, જેના લીઘે ૧ ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે.
ગાંધીનગરઃ રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને આજે વેધર વોચ ગૃપનો વેબીનાર ADVAIT સાઈટના માધ્યમથી યોજાયો હતો જેમાં ડેપ્યુટી કલેકટર (એસ.ઇ.ઓ.સી) તૃપ્તિ જે. વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓનું સ્વાગત કરી વેધર વોચની મીટીંગની શરૂઆત કરી જણાવ્યુ કે, રાજ્યમાં અત્યાર સુઘી રાજ્યમાં અત્યાર સુઘી તા.૨૮/૦૭/૨૦૨૦ અંતિત ૩૩૬.૧૭ મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૪૦.૪૫% છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૫ જિલ્લાના કુલ ૪૭ તાલુકાઓમાં સરેરાશ વરસાદ ૨.૫૯ મીમી નોઘાયેલ છે. આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુઘી ૩૯ તાલુકાઓમાં ૧ મીમી થી ૧૩૮ મીમી વરસાદ નોઘાયેલ છે.વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં સૈાથી વઘુ ૧૩૮ મીમી વરસાદ નોંધાયેલ છે.
IMD ના અઘિકારી ઘ્વારા જણાવેલ છે કે, રાજયમાં અત્યાર સુઘી સિઝનનો લગભગ ૪૧% જેટલો વરસાદ થઇ ગયેલ છે. બંગાળની ખાડીમાં સાયકલોનીક સકર્યુલેશન બની રહયુ છે, જેના લીઘે ૧ ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા મઘ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. આગામી ૫ દિવસમાં દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડના કેટલાક વિસ્તારોમાં અને સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દેવભુમી દ્વારકા અને ગીરસોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની શકયતા છે. આજથી લઇ આવતા ૫ દિવસ દરમ્યાન વરસાદમાં વઘારો થવાની શકયતા છે.
કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ કે, ચાલુ વર્ષે અંદાજીત ૭૦.૨૭ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૭/૦૭/૨૦૨૦ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૮.૧૭ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮૨.૭૮ % વાવેતર થયેલ છે.
રાજ્યમાં બીજીવખત 1100થી વધુ કેસ, 24 લોકોના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 58 હજાર નજીક
સિંચાઇ વિભાગ ઘ્વારા જણાવ્યાનુસાર સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી ૧૧૯.૮૬ મીટર છે તેમજ ૧૭૨૯૭૩ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૭૮ % છે. તેમજ ૧૧૨૬૭ કયુસેક પાણીની આવક થયેલ છે. તેમજ રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૯૧૫૯ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૧૪% છે. હાલમાં રાજ્યમાં કુલ-૬૬ જળાશય એલર્ટ ૫ર છે.
સચિવ હર્ષદ આર. પટેલે દ ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ ના અધિકારી સાથે રીવ્યુ કરતાં જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે કુલ-૮૩ ગામોના વીજ- પુરવઠાને અસર થયેલ છે. જે આજ સાંજ સુધીમાં શરૂ કરવામાં આવશે. હાલમાં રાજ્યના અન્ય વિસ્તારમાં વિજ-પુરવઠો નિયમિત છે.
આગામી સમયમાં જો ભારે વરસાદ થાય તો તે અંગે આગોતરા આયોજન માટે અલગ-અલગ વિભાગના હાજર અઘિકારીઓને રાહત કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube