રાજ્યમાં બીજીવખત 1100થી વધુ કેસ, 24 લોકોના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 58 હજાર નજીક

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 57 હજાર 982 પર પહોંચી ગઈ છે. નવા 24 મોતની સાથે મૃત્યુઆંક 2372 થઈ ગયો છે. તો રાજ્યમાં અત્યાર સુધી સારવાર બાદ 42,412 લોકો સાજા થયા છે. 
 

 રાજ્યમાં બીજીવખત 1100થી વધુ કેસ, 24 લોકોના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 58 હજાર નજીક

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી બીજીવખત 24 કલાકમાં 1100થી વધારે કેસ સામે આવ્યા છે. આજે ગુજરાતમાં નવા 1108 કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 24 લોકોના મૃત્યુ થયા છે. તો આજે 1032 દર્દીઓનને સારવાર બાદ રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 57 હજાર 982 પર પહોંચી ગઈ છે. નવા 24 મોતની સાથે મૃત્યુઆંક 2372 થઈ ગયો છે. તો રાજ્યમાં અત્યાર સુધી સારવાર બાદ 42,412 લોકો સાજા થયા છે. 

સુરતમાં સૌથી વધુ કેસ
છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 292 કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 199 અને ગ્રામ્યમાં 94 કેસ સામે આવ્યા છે. આ સાથે અમદાવાદ શહેરમાં 147, વડોદરા શહેરમાં 75, રાજકોટ શહેરમાં 49, દાહોદમાં 38, ગાંધીનગરમાં 35, બનાસકાંઠામાં 34, સુરેન્દ્રનગરમાં 32, રાજકોટ ગ્રામ્યમાં 30, અમરેલીમાં 26, જામનગર શહેરમાં 22, નવસારીમાં 21, ભાવનગર અને મહીસાગરમાં 20-20, ભરૂચ અને પંચમહાલમાં 19-19 કેસ નોંધાયા છે. 

છેલ્લા 24 કલાકમાં વધુ 24 મૃત્યુ
ગુજરાતમાં કોરોના વાયરસને લીધે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 12 લોકોના મૃત્યુ થયા છે. તો અમદાવાદ શહેરમાં 4, ભાવનગરમાં 2, રાજકોટમાં 2, ગાંધીનગરમાં 1, જામનગર જિલ્લામાં 2 અને વડોદરામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આમ અત્યાર સુધી 2372 લોકોના મૃત્યુ થયા છે. 

રાજ્યમાં આજની તારીખે કેસની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 13198 છે. જેમાંથી 87 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 42412 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 

છેલ્લા 24 કલાકમાં 22 હજારથી વધુ ટેસ્ટ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 22 હજાર 248 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 6 લાખ 90 હજાર 92 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આજની તારીખે કુલ 4 લાખ 72 હજાર 136 લોકો હોમ ક્વોરેન્ટાઈન છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news