ગાંધીનગર: રાજ્યમાં એક્ટીવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તારીખ 18-05-2020ના રોજ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સામે એક્ટીવ દર્દીઓની સંખ્યાનો પ્રમાણદર જે 53.19 ટકા હતો તે આજે ઘટીને 26.35 ટકા થયો છે. આજ રોજ રાજ્યમાં નોંધાયેલા નવા દર્દીઓની સંખ્યા 415ની સામે 1114 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21,610 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Coronavirus: વડોદરા, સુરત સહિત આ શહેરોમાં નોંધાયા કોરોનાના પોઝિટિવ કેસ


આજે રાજ્યમાં 29 વ્યક્તિઓના કોરોનાના કારણે દુ:ખદ નિધન થયા છે. જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 અને સુરત, મહેસાણા અને જૂનાગઢમાં 1-1-1 વ્યક્તિના મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1092 લોકોના મૃત્યુ નોંધાયા છે.


આ પણ વાંચો:- સંભવિત વાવાઝોડાને લઈ 4 જિલ્લામાંથી 20 હજારથી વધુ લોકોના સ્થળાંતર: રાહત કમિશનર


રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,35,017 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,27,666 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 7,375 વ્યક્તિઓને ફેસીલિટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube