Coronavirus: વડોદરા, સુરત સહિત આ શહેરોમાં નોંધાયા કોરોનાના પોઝિટિવ કેસ

કોરોના વાયરસના કહેર સામે સમગ્ર દેશ લડત આપી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં કોરના વાયરસના સંક્રમણને દિવસેને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે પ્રાપ્ત માહિત અનુસાર સુરત, વડોદરા સહિત રાજ્યના કયા શહેરમાં કેટલા કોરોના પોઝિટિવ કે આવ્યા છે. તે અમે તેમને અહીં જણાવી રહ્યાં છે.

Coronavirus: વડોદરા, સુરત સહિત આ શહેરોમાં નોંધાયા કોરોનાના પોઝિટિવ કેસ

ઝી મીડિયા, બ્યૂરો: કોરોના વાયરસના કહેર સામે સમગ્ર દેશ લડત આપી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં કોરના વાયરસના સંક્રમણને દિવસેને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે પ્રાપ્ત માહિત અનુસાર સુરત, વડોદરા સહિત રાજ્યના કયા શહેરમાં કેટલા કોરોના પોઝિટિવ કે આવ્યા છે. તે અમે તેમને અહીં જણાવી રહ્યાં છે.

વડોદરામાં કોરોનાના વધુ 32 પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1118 થઈ ગઇ છે. આજે વધુ 3 દર્દીઓના મોત થતા અત્યારસુધી કુલ મૃત્યુઆંક 45 થયો છે. આ ઉપરાંત 42 દર્દીઓ સાજા થતા રજા આપી અત્યારસુધીમાં કુલ 667 દર્ગીઓ સાજા થયા છે. ત્યારે વડોદરાના ડેસરના વાડી ફળિયામાં રહેતા વૃદ્ધને કોરોનાનો પોઝિટિવ આવતા ડેરસમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. વાડી ફળિયામાં સેનેટાઈઝિંગ કરી તેમાં રહેતા લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે.

સુરતમાં આજે વધુ 46 કેસ પોઝિટિવ આવ્યા છે.  ત્યારે આજે વધુ 2 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. સુરતના લિબાયત અને નોર્થ ઝોનમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે. આ તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. વલસાડ જિલ્લામાં વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે. વલસાડના ખડકી ભગડા ખાતે રહેતી 61 વર્ષીય મહીલા અને દિવ્યમ એપાર્ટમેન્ટમાં રહેતા 56 વર્ષીય પુરૂષના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

કચ્છમાં કોરોના કહેર યથાવત છે. અંજાર અને ગાંધીધામમાં બે પ્રૌઢ પુરુષોને પોઝિટિવ રિપોર્ટ આવતા અત્યારસુધીના કુલ આંક 82 પર પહોંચ્યો છે. તો બીજી તરફ અત્યારસુધીમાં કુલ 59 લોકો સાજા થઈ રજા આપેલી છે. ત્યારે કોરોનાથી 3 લોકોના મોત થયા છે. હાલ કચ્છમાં એક્ટિવ કેસ 20 છે. જેમાં એક કેસ ક્રીટીકલ છે.

બોટાદ જિલ્લા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. બરવાડા તાલુકાના ચોકડી ગામના 56 વર્ષીય મહિલાનું ભાવનગર ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. બોટદમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે. જ્યારે 59 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 55 લોકો સ્વસ્થ થયા છે અને હાલ 2 કેસ એક્ટિવ છે.

દાહોદ જિલ્લામાં વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. ગરબાડા તાલુકાના ભિલોઈ ગામના 45 વર્ષીય યુવક તેમજ 27 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. અંતરિયાળ ગામડામાં કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું છે. હાલ જિલ્લામં કુલ 4 કેસ એક્ટિવ છે.

પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પાટણ શહેરમાં 2 અને રણુંજા ગામે 1 કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓને ધારપુર આઈસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 82 પર પહોંચી ગઈ છે.

ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 3 કેસ નોંધાયા છે. માતા-પિતા અને પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 30 વર્ષીય પુરૂષ, તેની 28 વર્ષીય પત્ની અને 3 વર્ષના પુત્રને પોઝિટિવ આવતા ત્રણેયને સરટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

મહિસાગરના સંતરામપુરમાં 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 70 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 123 પર પહોંચી ગઈ છે. ત્યારે આજે 2 દર્દીઓ સ્વસ્થ થતા જિલ્લામાં કુલ 79 દર્દીઓ સાજા થયા છે. તો હાલ જિલ્લામાં કુલ 42 કોરોના એક્ટિવ કેસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news