ગાંધીનગરઃ કોરોના વાયરસ સંક્રમણના મોર્ચે ગુજરાત માટે સતત રાહતના સમાચાર આવી રહ્યાં છે. નવા કેસ અને મૃત્યુઆંકની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4773 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 64 દર્દીઓના મૃત્યુ થયા છે. તો આ દરમિયાન 8308 દર્દીઓએ કોરોનાને માત આપી છે. મહત્વની વાત છે કે રાજ્યનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. નવા કેસ બાદ ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7 લાખ 76 હજાર 220 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 6 લાખ 77 હજાર 798 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 9404 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 89018 રહી ગઈ છે. જેમાં 716 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 6 લાખ 77 હજાર 798 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધી 9404 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ વધીને 87.32 ટકા થઈ ગયો છે. 


આ પણ વાંચોઃ ગુજરાતમાં બીજી લહેરની પીક આવી ગઈ, જાણો ક્યારથી કોરોનાના કેસ ઘટવાનુ શરૂ થશે


છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1079 નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 422, સુરત શહેરમાં 297, સુરત ગ્રામ્યમાં 209, રાજકોટ શહેરમાં 192, વડોદરા ગ્રામ્ય 162, આણંદ 161, ભરૂચ 138, જામનગર શહેર 138, કચ્છ 134, પંચમહાલ 126, જુનાગઢ ગ્રામ્ય 117, સાબરકાંઠા 105 અને જુનાગઢ શહેરમાં 101 કેસ નોંધાયા છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 8 લોકોના મૃત્યુ થયા છે. તો વડોદરા શહેરમાં 3, સુરત શહેરમાં 5, સુરત ગ્રામ્યમાં 3, રાજકોટ શહેરમાં 3, વડોદરા ગ્રામ્યમાં 3, આણંદ અને ભરૂચ 1-1, જદામનગર શહેર 3, કચ્છ 1, જુનાગઢ 2, સાબરકાંઠા 1, જુનાગઢ શહેર 2, મહેસાણા 3, દાહોદ 1, મહીસાગર 1, બનાસકાંઠા 4, અને રાજકોટ ગ્રામ્યમાં 3 લોકોના મોત થયા છે. 


જાણો રાજ્યમાં શું છે રસીકરણની સ્થિતિ
રાજ્યમાં વાવાઝોડાને કારણે રસીકરણ બંધ રહ્યું હતું. પરંતુ આજે ફરી લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુરૂવારે રાજ્યમાં 1 લાખ 37 હજાર 172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 1 કરોડ 49 લાખ 50 હજાર 228 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube