સમીર ખાન/અરવલ્લી :મોડાસાના અલગ અલગ જગ્યાએથી 5 બાળકો મળી આવ્યા છે. દેવરાજ મંદિર ચાર રસ્તા અને હજીરા વિસ્તારમાંથી આ બાળકો મળી આવ્યા છે. કહેવાય છે કે, કોઈ અજાણ્યા બાઇક ચાલકો બાળકોને ઉતારીને જતા રહ્યા હતા. ત્યારે બાળકો મળી આવતા સ્થાનિકો લોકોએ પોલીસને જાણ કરી હતી.  સ્થાનિકોએ બાળકોને હાલ તો ચાઈલ્ડ હેલ્પલાઇનના કર્મચારીઓને સોંપવામાં આવ્યા છે. આમ, એક સાથે 5 બાળકો મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. 


શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડાસા શહેરમાંથી એક બાળકી અને ત્રણ બાળકો મળી આવવાનો મામલા પોલીસ પણ મૂંઝવણમાં પડી છે. આખરે કોણ હતા એ શખ્સો જે બાળકોને આવી રીતે મૂકી ગયા. શું આ બાળકો એક જ પરિવારના છે કે પછી કોઈ મોટા ગ્રૂપના ષડયંત્રનો શિકાર છે. પોલીસ પહેરા વચ્ચે બાળકોને રાતભર ચાઈલ્ડ હેલ્પ લાઈન સેન્ટર ખાતે રખાયા હતા. દેવરાજ મંદિર ચાર રસ્તા અને હજીરા વિસ્તારમાંથી તમામ બાળકો મળી આવ્યા હતા. બાળકો જ્યારે રસ્તા પર હતા ત્યારે ભારે મૂંઝવણમાં અને ગભરાયેલી અવસ્થામાં હતા. ત્યારે આજે પોલીસ અને ચાઈલ્ડ હેલ્પ લાઇનના અધિકારી બાળકોની પૂછપરછ કરશે. બાળકોને હિંમતનગર ખાતેના ચાઈલ્ડ હોમ ખાતે લઈ જવાશે. જોકે, બીજી તરફ, બાળકો જ્યારે મળ્યા હતા ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવા છતાં પોલીસ સમયસર ન પહોંચતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.


ગીર-સોમનાથ : અંધારામાં કંઈ ન દેખાતા બાઈક સાથે યુગલ સરસ્વતી નદીમાં પડ્યું, પત્ની હજી પણ મિસિંગ 


ત્યારે સવાલ એ થાય છે કે, કોણ છે આ બાળકો. આ માસુમ બાળકોને કોણ આવી રીતે રસ્તે રઝળતુ મૂકી ગયું. આ પહેલા પણ આવા અનેક બનાવો બન્યા છે, પણ એકસાથે પાંચ બાળકો મૂકી જવાનો બનાવ પહેલીવાર બન્યો છે. બાળકો ચોરીને તેઓને ભીક્ષાવૃત્તિ તથા વિવિધ કામમાં સંડોવવાના પણ મોટા ખેલ ચાલે છે. આવામાં બાળકો બોલશે ત્યારે જ તમામ રાજ ખૂલશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર