ગીર-સોમનાથ : અંધારામાં કંઈ ન દેખાતા બાઈક સાથે યુગલ સરસ્વતી નદીમાં પડ્યું, પત્ની હજી પણ મિસિંગ

ગીર-સોમનાથના ગોરખમઢી ગામ પાસે અજીબ ઘટના બની હતી. મોટરસાયકલ પરથી પસાર થઈ રહેલ કપલનું બાઈક નાના પુલિયા પરથી નદીમાં ખાબક્યું હતું. મોડી રાતે એન.ડી.આર.એફ. ની ટીમ ઘટના સ્થળે પહોંચીને યુવકને બચાવી લીધો હતો, પરંતુ યુવતીની શોધખોળ માટે તેઓને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. હજી સુધી યુવતી લાપતા છે.

Updated By: Jul 19, 2020, 08:06 AM IST
ગીર-સોમનાથ : અંધારામાં કંઈ ન દેખાતા બાઈક સાથે યુગલ સરસ્વતી નદીમાં પડ્યું, પત્ની હજી પણ મિસિંગ

હેમલ ભટ્ટ/સોમનાથ :ગીર-સોમનાથના ગોરખમઢી ગામ પાસે અજીબ ઘટના બની હતી. મોટરસાયકલ પરથી પસાર થઈ રહેલ કપલનું બાઈક નાના પુલિયા પરથી નદીમાં ખાબક્યું હતું. મોડી રાતે એન.ડી.આર.એફ. ની ટીમ ઘટના સ્થળે પહોંચીને યુવકને બચાવી લીધો હતો, પરંતુ યુવતીની શોધખોળ માટે તેઓને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. હજી સુધી યુવતી લાપતા છે.

શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર 

ગીર સોમનાથના ગોરખમઢી  નજીકની આ ઘટના છે. સરસ્વતી નદીમાં મોટરસાયકલ સાથે એક યુગલ ખાબક્યું હતું. બરૂલા ગામનું રહેવાસી દંપતી ગોરખમઢી પાસેથી પસાર થઈ રહ્યું હતું. અંધારાને કારણે પતિ કંઈ સમજી શક્યો ન હતો, અને મોટરસાયકલ પુલ પરથી નદીમાં ખાબકયું હતું. નદીમાં પતિ પત્ની લાપતા બન્યા હતા. ભારે શોધખોળ બાદ યુવક મળી આવ્યો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે યુવકની પત્ની હજુ નદીમાં લાપતા છે. આ બાબતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નદીમાં લાપતા પરણીતાની શોધખોળ શરૂ કરાઈ હતી. એનડીઆરએફની ટીમની મદદે યુવતીની શોધખોળ ચાલુ છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સૌરાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રની તમામ નદીઓમાં પાણી ભરાયા છે. તેથી સરસ્વતી નદીમાં પણ હાલ પૂરતુ પાણી છે. જેથી મહિલાને શોધવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર