ઝી બ્યુરો/બોટાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ટાઢક મેળવવા માટે અનેક જગ્યાએ જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ક્યારેક ક્યારેક આ જગ્યાઓ તેમની જિંદગીમાં અંતિમ સ્થાન બની જાય છે. હાલ આવો જ એક કિસ્સો બોટાદમાં નોંધાયો છે. બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં 5 નવજવાન યુવાનો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. આ ઘટનાને પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ગુજરાતમાં સૌથી મોટા ડ્રગ્સ ષડયંત્રનો પર્દાફાશ:કરોડોમાં છે કિંમત,થઈ શકે છે ખુલાસા


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોટાદના કુષ્ણ સાગર તળાવમાં કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે પાંચ જેટલા યુવાનો ગયો હતો, પરંતુ દુર્ભાગ્યવશ પાંચેય યુવાનો કોઈકારણોસર ડૂબી જતા તેમના કરૂણ મોત નિપજ્યા છે. પાંચેય તરુણ અને યુવાનો  કુષ્ણ સાગર તળાવમાં ન્હાવા ગયા હતા અને ડુબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. હાલ એસપી સહિતનો પોલીસ કાફલો બોટાદના કૃષ્ણ સાગર તળાવ પાસે પહોંચી ગયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


પાટણમાં બે સગીર બાળકીઓની જિંદગી બચી! દૂધ-બિસ્કિટની લાલચે વૃદ્ધ ઘરે બોલાવતો અને પછી..


આ ઘટનામાં ભોગ બનનાર તમામ તરૂણ અને યુવાનો બોટાદ શહેરના મહંમદ નગર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચીને તળાવમાંથી તેમના મૃતદેહો શોધવાની કામગીરી આરંભી છે.


કર્ણાટકની નહીં ગુજરાતની રણનીતિની હાર : મહિનો અડીંગા નાખનાર ભાજપના નેતાઓની ચૂપકીદી