Karnataka Election result 2023: કર્ણાટકની નહીં ગુજરાતની રણનીતિની હાર : મહિનો અડીંગા નાખનાર ભાજપના નેતાઓની ચૂપકીદી

Karnataka Assembly Election 2023 Results: દક્ષિણના પ્રવેશ દ્વાર ગણાતા કર્ણાટકમાં અસંતોષના માહોલ વચ્ચે ભાજપે ગુજરાતની રણનીતિ અને નેતાઓની ફૌજ ઉતારી હતી. જે તમામ ફૌજના આઈડિયા ફેલ ગયા છે. ચાલુ સરકારના 12 મંત્રીઓ હાર્યા છે. કોંગ્રેસના ચાલેલા બુલડોઝરમાં ભાજપનો સફાયો થઈ ગયો છે.

Karnataka Election result 2023: કર્ણાટકની નહીં ગુજરાતની રણનીતિની હાર : મહિનો અડીંગા નાખનાર ભાજપના નેતાઓની ચૂપકીદી

Karnataka Election result 2023: કર્ણાટકમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયા છે. કોંગ્રેસનું બુલડોઝર એવું ચાલ્યું છે કે ભાજપના બજરંગબલી જેવા હિન્દુત્વના મુદાઓ સાફ થઈ ગયા છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી જ નહીં પાર્ટી 135થી વધુ સીટો પર અને ભાજપ 63 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ ત્રીજા નંબર પર છે. કોંગ્રેસે બેંગલુરુની 5 સ્ટાર હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરાવ્યા છે. વિજેતા ધારાસભ્યોને રાત્રે 8 વાગ્યા સુધીમાં હોટલ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. આવતીકાલે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં કોંગ્રેસ સીએમ પદના ઉમેદવાર જાહેર કરશે. ભાજપે ત્રિશંકુ સ્થિતિ રચાય તો પણ સરકાર બનાવવાની તૈયારીઓ કરી હતી પણ ભાજપના તમામ આયોજનો ફેલ ગયા છે. કહેવાય છે કે આ કર્ણાટકની નહીં પણ ગુજરાતની રણનીતિની હાર છે.  

કર્ણાટકની હારથી ભાજપ દક્ષિણ ભારતમાં ઝટકો, હવે પ્રવેશ માટે આ રાજ્ય પર કરશે ફોકસ
કર્ણાટકમાં કયા મુદ્દે કર્યો કમાલ, કયા મુદ્દે થયા ફેલ; કોંગ્રેસને મળ્યો બહુમત
Karnataka : કોંગ્રેસ સામે ભાજપે સ્વિકારી હાર! જાણો સીએમ બસવરાજ બોમ્મઇએ શું કહ્યું
કર્ણાટકમાં બહુમત નહીં મળે તો પણ હાર નહીં માને ભાજપ, સરકાર બનાવવા માટેનો આ છે પ્લાન
કોંગ્રેસની બઢત 30થી વધુ! ભાજપના 6 દમદાર મંત્રી પાછળ, પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

દક્ષિણના પ્રવેશ દ્વાર ગણાતા કર્ણાટકમાં અસંતોષના માહોલ વચ્ચે ભાજપે ગુજરાતની રણનીતિ અને નેતાઓની ફૌજ ઉતારી હતી. જે તમામ ફૌજના આઈડિયા ફેલ ગયા છે. ચાલુ સરકારના 12 મંત્રીઓ હાર્યા છે. કોંગ્રેસના ચાલેલા બુલડોઝરમાં ભાજપનો સફાયો થઈ ગયો છે. કર્ણાટકમાં ભાજપે જીતવા માટે ગુજરાત મોડેલ ઉતાર્યું હતું. ગુજરાતમાંથી કમલમ અને સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતના નેતાઓ અને ધારાસભ્યોની ફૌજ મોકલી હતી. જેઓએ કર્ણાટકમાં છેલ્લા એક મહિનાથી અડીંગા નાખીને પાર્ટીના પ્રચારની જવાબદારી સંભાળી હતી.

ભાજપના નેતાઓ કર્ણાટકમાં બેઠા બેઠા કન્નડમાં Tweet કરવા લાગ્યા હતા. જેઓ ચૂંટણીના આગળના દિવસે જ રિટર્ન થયા છે. કર્ણાટકમાં સરકારના અસંતોષના માહોલ વચ્ચે ગુજરાત જેવો ઈતિહાસ રચવાની જવાબદારી હાઈકમાને ગુજરાત ભાજપને સોંપી હતી. ગુજરાત ભાજપના નેતાઓ પેજ પ્રમુખ જેવીસફળ રણનીતિને કર્ણાટકમાં પણ અજમાવી હતી. જોકે, આજે જાહેર થયેલા રિઝલ્ટે આ તમામ આયોજનોના સૂપડાં સાફ કરી દીધા છે. આજે ગુજરાતમાં ભાજપના નેતાઓ એ કહેવાના મૂડમાં નથી કે અમે કર્ણાટકમાં એક મહિનો રહીને આવ્યા છે. આ કર્ણાટક કરતાં ગુજરાત ભાજપની રણનીતિની પણ મોટી હાર છે. 

કર્ણાટકમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પોતાના દમ પર સરકાર રચવા માટે બહુમતના આંકથી વધારે સીટો મેળવી છે. મતગણતરી વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ હાર સ્વીકારી લીધી છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં નિશાન બનાવવામાં નિષ્ફળ રહી છે.

લોકસભા ચૂંટણીમાં વાપસી થશેઃ બસવરાજ બોમાઈ
બસવરાજ બોમ્માઈએ કહ્યું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના કાર્યકરો સહિત દરેકના ઘણા પ્રયત્નો છતાં અમે અમારી છાપ છોડી શક્યા નથી." તેમણે વધુમાં કહ્યું, 'પરિણામો જાહેર થયા પછી અમે વિગતવાર વિશ્લેષણ કરીશું. અમે આ પરિણામોને ગંભીરતાથી લઈશું. આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીનું પુનર્ગઠન કરવાનો પ્રયાસ કરાશે અને મજબૂતીથી કમબેક કરાશે.

કર્ણાટકમાં કોંગ્રેસ 35 સીટો પર આગળ 
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તમામ 224 બેઠકો માટે ચાલી રહેલી મત ગણતરીમાં કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે અને સાંજે 5 વાગ્યા સુધી વાગ્યા સુધી કોંગ્રેસ પાર્ટી 136 બેઠકો પર આગળ છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) 64 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે જનતા દળ સેક્યુલર (JDS) 20 બેઠકો પર આગળ છે. આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં 10 મેના રોજ 224 વિધાનસભા સીટો પર મતદાન થયું હતું અને 73.19 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news