60 વર્ષનો ઢગો હવસમાં બન્યો અંધ! પાટણમાં બે સગીર બાળકીઓને લલચાવી ઘરે બોલાવતો અને પછી કરતો એવું કામ કે....

પાટણ શહેરના એ ડીવીઝન વિસ્તારમાં આવેલ બુકડી ચોકમાં રહેતા એક પરિવારની બે બાળકીઓને તેમના પાડોશમાં રહેતા કનૈયાલાલ આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે.

60 વર્ષનો ઢગો હવસમાં બન્યો અંધ! પાટણમાં બે સગીર બાળકીઓને લલચાવી ઘરે બોલાવતો અને પછી કરતો એવું કામ કે....

પ્રેમલ ત્રિવેદી/પાટણ: શહેર એ ડીવીજન વિસ્તારમાં એક વયોવૃદ્ધ ઇસમે પાડોસમાં રહેતી બે સગીર વયની બાળકીઓને દૂધ અને બિસ્કિટ લેવાના બહાના તેના ઘરે બોલાવી શારીરિક અડપલાં કર્યા છે અને આ બાબતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. જે અંગેની ફરિયાદ ભોગ બનનાર પરિવાર ને થતા તેમને પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે હવશ ખોર વય વૃદ્ધ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, પાટણ શહેરના એ ડીવીઝન વિસ્તારમાં આવેલ બુકડી ચોકમાં રહેતા એક પરિવારની બે બાળકીઓને તેમના પાડોશમાં રહેતા કનૈયાલાલ આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે સમગ્ર ઘટના ક્રમ પર નજર કરીએ તો બુકડી વિસ્તારમાં એક પરિવારની બે બાળકીઓને પાડોશમાં રહેતા કનૈયાલાલ આચાર્ય દ્વારા દૂધ અને બિસ્કિટની લાલચ આપી બન્ને બાળકીઓને તેમના ઘરે બોલાવતો હતો. 

હવસખોર વયોવૃદ્ધ કનૈયાલાલ બાળકીઓને શારીરિક અડપલા કરતા અને આ બાબતની જાણ જો કોઈને કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી પણ વય વૃદ્ધ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રકારની ઘટના છેલ્લા આઠ મહિનાથી ચાલી આવતી હતી, ત્યારે બાળકીઓએ આ બાબતની જાણ પરિવારને કરતા પરિવારજનો આકરા પાણી થઇ પાટણ શહેર એ ડીવીજન પોલીસ મથકે કનૈયાલાલ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કનૈયાલાલને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news