રાજ્યમાં કાળો કહેર: 2019માં સ્વાઈન ફ્લૂના કારણે મોતનો આંકડો 50ને પાર
2019ની શરૂઆતથી અત્યારસુધીમાં ગુજરાતમાં 1037 જેટલા સ્વાઇન ફૂલના પોઝિટીવ કેસ નોંધાયા છે. જે પૈકી 599 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે 388 દર્દીઓની હોસ્પિટલમાં સરવાર ચાલી રહી છે.
અમદાવાદ: રાજ્યમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સ્વાઈન ફ્લૂમાં વધુ 4 દર્દીઓના મોત થયા છે. જેમાં ભાવનગર, જામનગર, ભરૂચ અને કચ્છમાં 1-1 દર્દીઓના મોત થયા છે. તો એક દિવસમાં કુલ નવા 82 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 27 કેસ નોંધાયા છે.
વધુમાં વાંચો: આશાબેન પટેલ આવતીકાલે પાટણથી જોડાઈ શકે છે ભાજપમાં: સૂત્રો
મહત્વનું છે કે, 2019ની શરૂઆતથી અત્યારસુધીમાં ગુજરાતમાં 1037 જેટલા સ્વાઇન ફૂલના પોઝિટીવ કેસ નોંધાયા છે. જે પૈકી 599 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે 388 દર્દીઓની હોસ્પિટલમાં સરવાર ચાલી રહી છે. તો સ્વાઇન ફ્લૂના કારણે 50 લોકોના મોત થયા છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વાધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લાં 24 કલાકમાં સ્વાઈન ફ્લૂમાં વધુ 3 દર્દીઓના મોત થયા છે.
વધુમાં વાંચો: અમદાવાદમાંથી ઝડપાયું ગુજરાતનું સૌથી મોટું બોગસ કોલસેન્ટર, 50થી વધુની ધરપકડ
ભાવનગર, જામનગર, ભરૂચ અને કચ્છમાં 1-1 દર્દીઓના મોત થયા છે. તો એક દિવસમાં કુલ નવા 82 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 27 કેસ નોંધાયા છે. ત્યારે સાબરકાંઠામાં 7, વડોદરા અને અમરેલીમાં 5-5 કેસ નોંધાયા છે. વધતા જતા સ્વાઈન ફ્લૂના કેસ આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે સામાન્ય શરદી ઉધરસ કે સ્વાઈન ફ્લૂના લક્ષણ જણાયતો સિવિલ હોસ્પિટલ કે એમડી કક્ષાના તબીબ પાસે સારવાર લેવા સૂચન કરવામાં આવ્યું છે.