સુરતમાં પરિવારજનોનું હૈયાફાટ રૂદન; 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ જિંદગીને કર્યું અલવિદા
Heart Attack : ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં એકાએક યુવકોના હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. ત્યારે સુરતમાં 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટકેથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે.
ઝી બ્યુરો/સુરત: ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી એવા કિસ્સા સામે આવી રહ્યા હતા કે ચાલતા, નાચતા, ક્રિકેટ રમતા યુવકો ઢળી પડતા હતા. બાદમાં હાર્ટએટેકથી મોત થતા હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં એકાએક યુવકોના હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. ત્યારે સુરતમાં 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટકેથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે.
અંબાલાલ પટેલની આ આગાહીથી વધી ગઈ ચિંતા! જાણો આ વર્ષનું ચોમાસું કેટલા આની રહેશે?
હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. ત્યારે સુરતમાં આજે વહેલી સવારે 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેમને ઓટોરીક્ષામાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે હાર્ટ એટકેથી મોત થવાની આશંકા વ્યક્ત કરી છે.
જો દીવ જવાનું પ્લાનિંગ કરતા હોય તો હવે છે નકામું! તમામ બીચ આગામી 3 મહિના માટે બંધ
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુરતના ગીતા નગરમાં 42 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. રમાશંકર ત્રિવારી ઘરમાં પાણી ભરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીના ભાગમાં દુખાવો થયો હતો. બાદમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પેનિસમાં દૈવી શક્તિ હોવાનો દાવો કરીને લોકો સામે નગ્ન થઈને આવતો રાજા, 365 હતી રાણીઓ
હાર્ટ અટેકનું મોટું કારણ
ખોરાકની ખોટી ટેવ, સુસ્ત લાઈફસ્ટાઈલ, ફિઝિકલ એક્ટિવિટીમાં આળસ, આલ્કોહોલનું સેવન, જંક ફૂડ, કામનું સતત દબાણ, વધારે ન્યૂટ્રીશનનો ઉપયોગ, સ્ટેરોઈડનો ઉપયોગ, હાઈ બ્લડ પ્રેશર, પૂરતી ઉંઘ ન લેવી
પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો ભરી દેજો, અમદાવાદ મ્યુ. કોર્પોરેશને લીધા વધુ આકરા નિર્ણય
કેમ આવે છે હાર્ટએટેક
નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ત્યારે નિષ્ણાતોના મતે, શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ વિશે નિષ્ણાતોએ જમાવ્યું કે, પ્લેક એ ચરબીયુક્ત પદાર્થ છે, જે ધમનીની દિવાલોમાં ભેગો થાય છે. આ કારણે યુવાઓને હાર્ટ એટેક આવે છે. ધમનીમાં પ્લેકનું પ્રમાણ વધુ થાય તો ગણતરીની મિનિટોમાં તે 100 ટકા સુધી પહોંચી જાય છે. આવામાં જો વ્યક્તિ વધુ શ્રમ કરે, કસરત કે સ્પોર્ટસ એક્ટિવિટી કરે તો હાર્ટએટેકની સ્થિતિ ઉદભવે છે.
જૂનમાં 6 રાશિઓને મળશે પૈસા, આર્થિક તંગી દૂર થશે, બેંક બેલેન્સ અને સુવિધાઓ વધશે
છેલ્લા કેટલાક સમયથી કાર્ડિયોવેસ્ક્યૂલર રોગમાં વધારો થવાનું કારણ કોરોના પણ છે. નિષ્ણાતો કહે છે કે, રોગને લીધે ધમનીઓમાં બ્લોકેજને બદલે પ્લેક સર્જાય છે. જે વધુ ખતરનાક છે. પ્લેક શરીરમાં ધરાવનાર વ્યક્તિને ખબર જ નથી હોતી કે તેના શરીરમાં પ્લેક છે. આ પ્રકારની રોગની સ્થિતિવાળા યુવન દર્દીઓની સંખ્યા ગુજરાતમાં સતત વધી રહી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ ગોઠવાયો, જાણો હિંમતનગરમાં શુ છે કાર્યક્રમ
નિષ્ણાતો એમ પણ કહે છે કે, 40 વર્ષથી નીચેની વયના યુવાઓમાં આ સમસ્યા વધી રહી છે. પરંતુ આ સમસ્યા એકાએક આવતી નથી. તેની પાછળ ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, અનઈવન જીવનશૈલી કારણભૂત હોય છે. આ માટે 30 વર્ષ બાદ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા રહેવુ જોઈએ. જેથી તમને આવતા સંકટ વિશે ચેતી શકો છો. જ્યારે શરીરરમાં અનિયમિતતા અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવજો.