ગુજરાતમાં આગામી ચોમાસું ખેડૂતો માટે કેવું રહેશે? અંબાલાલ પટેલની આ ઘાતક આગાહીથી વધી લોકોની ચિંતા!

Ambalal Patel Prediction: રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ચોમાસામાં સરેરાશ 70થી 75 ટકા વરસાદ રહેશે. ચાલુ વર્ષના ચોમાસામાં અનેક ચક્રવાત આવશે. આ વર્ષે 10-12 આનીનો વરસાદ પડેશે. 16 આનીનો વરસાદ શ્રેષ્ટ વરસાદ ગણાય છે. 

  • અંબાલાલ પટેલની આગાહી
  • ગુજરાતમાં ખેડૂતોએ વાવણી ક્યારે કરવી જોઈએ? 
  • વાવણીલાયક વરસાદ ક્યારે પડશે?
  • આ તારીખોમાં કયા ખેડૂતો કરે વાવાણી? 

Trending Photos

ગુજરાતમાં આગામી ચોમાસું ખેડૂતો માટે કેવું રહેશે? અંબાલાલ પટેલની આ ઘાતક આગાહીથી વધી લોકોની ચિંતા!

Gujarat Weather 2023: ગુજરાતમાં ચોમાસું મોડું શરૂ થઈ શકે છે. આ વર્ષે કેરળમાં ચોમાસું મોડું શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મોડું આવી શકે છે. દર વર્ષના નિયત 4 જૂનના સમય કરતા આ વર્ષે ચોમાસુ મોડું શરૂ થઇ શકે એવી હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? તેને લઈને એક આગાહી કરી છે.

આગામી ચોમાસુ ખેડૂતો માટે કેવું રહેશે તેને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ચોમાસામાં સરેરાશ 70થી 75 ટકા વરસાદ રહેશે. ચાલુ વર્ષના ચોમાસામાં અનેક ચક્રવાત આવશે. આ વર્ષે 10-12 આનીનો વરસાદ પડેશે. 16 આનીનો વરસાદ શ્રેષ્ટ વરસાદ ગણાય છે. 

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 15થી 30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આ વર્ષે શરૂઆતનું ચોમાસું નિયમિત રહેશે. તેમજ અત્યારે સવારે વાદળો આવે છે. બપોરે આ વાદળો ગાયબ થઈ જાય છે. એક મહિના સુધી આ રીતે વાદળોની પ્રક્રિયા જોવા મળશે. વાદળોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચોમાસું બેસશે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તમને જણાવી દઈએ કે, કેરળમાં ચોમાસું આવે તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસું મોડું આવશે જેની અસર ગુજરાતમાં પણ થશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રોહિણી નક્ષત્ર 25 મેથી 7 જૂન સુધી રહેશે. રોહિણી નક્ષત્રમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે. સારું ચોમાસું 15 જૂનથી સક્રિય થવાની શક્યતા છે. 22થી 24 જૂનમાં ગુજરાતમાં સારું ચોમાસું આવી શકે છે. એટલે કે, રોહિણી નક્ષત્ર અને જૂનની શરુઆતમાં કેટલાક ભાગોમાં વાવણી કરાવી શકે છે.

નોંધનીય છે કે, આ વર્ષે ઋતુચક્રમાં ફેરફાર થયો છે. ઉનાળામાં અનેક જગ્યાએ માવઠું થયું છે. ચક્રવાતની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ઉનાળો ખેંચાવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. દર વર્ષે કેરળમાં ચોમાસું બેસે તેના લગભગ 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસે છે. એટલે જો કેરળમાં ચોમાસું મોડું પડે તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, હાલ તો અંદમાન નિકોબારમાં 19 મેના રોજ ચોમાસું બેસી ગયું છે અને મંદ પડી ગયું છે. પરંતુ આગામી 2 દિવસમાં સક્રિય થશે અને આગળ વધશે. તેમજ ચોમાસાનો વરસાદ આવે તે પહેલા પણ ગુજરાતમાં વરસાદ થશે. જૂનની શરુઆતમાં અરબી સમુદ્રમાં હલચલ શરુ થશે અને 10 જૂન સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 8 જૂન સુધીમાં દરિયામાં ભારે મોજા ઉછળશે.

જો 25 મેથી 7 જૂન વચ્ચે વરસાદ થાય તો વાવણી કરી શકાશે. પરંતુ જે ખેડૂત પાસે સિંચાઈ માટેનું પાણી છે, તેમણે વાવણી કરવી જોઈએ. કારણે 7 જૂન સુધી થયેવા વરસાદ બાદ ચોમાસાનો વરસાદ 22 જૂન આસપાસ આવવાની શક્યતા છે. એટલે વચ્ચે પીયત કરવું પડે. 10 જૂનથી 22 જૂનમાં વરસાદ ન આવે તો પણ પાકને પીયત કરવા માટે પાણીની વ્યવસ્થા હોય તો જ વાવણી કરવી જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news