મૌલિક ધામેચા/સમીર બલોચ/ચેતન પટેલ/સ્નેહલ પટેલ/રવિ અગ્રવાલ/ગુજરાત : રાજ્યભરમાં ધામધૂમથી 31મી ડિસેમ્બર ઉજવાઈ હતી,. ત્યારે ગુજરાત પોલીસે પણ દરેક શહેરના નાકે ચાંપતો બંદોબસ્ત કરી આખા રાજ્યની સુરક્ષા સાચવી હતી. ગુજરાત પોલીસ દ્વારા દારૂ બંધીને લઇને તમામ શહેરોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના અલગ અલગ શહેરમાંથી પોલીસે કુલ 500થી વધુ લોકોની દારૂના કેસ હેઠળ ધરપકડ કરી છે. તો બીજી તરફ, અનેક લોકોએ નવા વર્ષની ઉજવણી નશાથી દૂર રહીને શાંતિથી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ 
31 ડિસેમ્બરની પોલીસ ડ્રાઇવમાં સંખ્યાબંધ લોકો દારૂ પીધેલા પકડાયા હતા. શહેર પોલીસે 174 થી વધુ કેસો કરી દારૂ પીધેલા ઈસમોની અટકાયત કરી છે. સરદારનગર પોલીસે સૌથી વધુ 24 કેસો દારૂ પીધેલા લોકોની સામે કર્યાં છે. તો 31મીની રાત્રિએ ઘાટલોડિયા અને ગોમતીપુર વિસ્તારમાંથી દેશી દારૂ પકડાયો હતો.


વડોદરા
વડોદરામાં દારૂની મહેફિલ કરતા પકડાયા હતા. થર્ટી ફર્સ્ટની રાત્રિએ ગોત્રી પોલીસે બે પુરુષ અને બે મહિલાઓ ઝડપાયા હતા. બીપીસી રોડ પર આવેલ ઓફિસમાં તેઓ દારૂની મહેફિલ ઉજવી રહ્યા હતા. પોલીસે દારુ અને મોબાઈલ મળી 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


નવો નિયમ : હવે શિક્ષક હાજરી પૂરે તો બોલવું પડશે ‘જય હિન્દ કે જય ભારત’


દીવ
દીવમાં નવા વર્ષની ઉજવણી કરી પરત ફરી રહેલા નશાખોરોને પોલીસે ઝડપ્યા હતા જાફરાબાદની ટીબી ચેકપોસ્ટ ચારનાળા નજીકથી પોલીસે 35 કરતા વધુ નશાખોરને ઝડપ્યા હતા. રાજુલા પોલીસ અને નાગેશ્રી પોલીસે જામનગર,
ભાવનગર, મહુવા, તળાજા, સૌરાષ્ટ્રના નશાખોરને ઝડપ્યા હતા. કડકડતી ઠંડીમાં કેટલાક લોકો બાઇક લઇને નશાની હાલતમાં દીવ તરફથી આવતા પોલીસે ઝડપ્યા હતા. 


અરવલ્લી
અરવલ્લી પોલીસની દારૂ પીધેલા સામે કાર્યવાહી કરી છે. શામળાજી પાસેથી કુલ ૨૦ લોકોને દારૂ પીધેલા ઝડપ્યા હતા. 4 શખ્સોની દારૂ પીને ગાડી ચલાવવા બદલ અટકાયત કરાઈ હતી, તો 16 શખ્સોની દારૂ પીધેલી હાલતમાં અટકાયત કરાઈ હતી.


સુરત
સુરતના પીપલોદ વિસ્તારમાં બંધ ફ્લેટમાં ચાલી રહેલી દારૂની મહેફિલ ઝડપાઈ હતી. ઉમરા પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા હતા. અન્ય કેસોમાં 6 જેટલા લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા


ચાઈનીસ દોરાથી ગળુ કપાતા બચાવવું હોય તો અત્યારથી જ શરૂ કરી દો આ ઉપાય


નવસારી
ચીખલીના નોગામા ગામેથી એક ઘરમાં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ હતી. આ પાર્ટીમાં મહિલાઓ પણ સામેલ હતી. નવસારી એલસીબીએ દારૂની મહેફિલ માણતા લોકોને ઝડપ્યા હતા. તમામને મેડિકલ કરવા ચીખલી રેફરલ હોસ્પિટલ લઈ જવાયા હતા


વલસાડ 
પિયક્કડોને પકડવામાં વલસાડ પોલીસે જોરદાર કામગીરી કરી હતી. 31મીની ઉજવણી કરી રહેલા અને કરીને શહેરમાં ફરતા 50 લોકોની વલસાડ શહેર પોલીસે અટકાયત કરી હતી. દારૂ પીને છાકટા બનેલા 50 લોકોને બ્રિથ મશીન દ્વારા વલસાડ શહેર પોલીસે ઝડપ્યા હતા. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે ચીખલી તાલુકાના નોગામ ગામ પાસે આવેલા ટર્ફ વિકેન્ડ હોમમાં રેડ પાડી હતી. જેમાં ૩૦થી વધુ લોકોને દારૂની મહેફિલ માણતા રંગે હાથ પોલીસે ઝડપી પડ્યાં હતાં. આ તમામ સુરતના નામાંકિત ઘરના નબીરાઓ હોવાનું બહાર આવ્યું છે.