સુરતઃ સુરત જિલ્લામાં કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અહીં સંક્રમિતોની સંખ્યા દરરોજ વધતી જાય છે. આજે સુરતમાં વધુ 59 કેસ નોંધાયા છે. તો સારવાર દરમિયાન કુલ 2 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 2356 થઈ ગઈ છે. તો અત્યાર સુધી કુલ 87 લોકોના મૃત્યુ પણ થયા છે. સુરત ગુજરાતનું બીજુ સૌથી વધુ સંક્રમિત શહેર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કોરોનાનો ભરડો
સુરતમાં દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. એક તરફ અનલોકની શરૂઆત બાદ પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. આજે કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 


કોરોના સંકટને લીધે આ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ મોફૂક


શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસના 20 હજાર 500થી વધુ કેસ નોંધાયા છે. તો અત્યાર સુધી કુલ 1280 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ આશરે 14 હજાર જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 14,631 જેટલા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 1039 લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર