કોરોના સંકટને લીધે આ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ મોફૂક


હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત પણ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે. હજુ સુધી શાળાઓનું નવુ સત્ર ક્યારે શરૂ થશે તે પણ નિર્ણય લેવાયો નથી. 
 

 કોરોના સંકટને લીધે આ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ મોફૂક

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે નવું સત્ર શરૂ થાય ત્યારે રાજ્યભરમાં કન્યા કેલવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે આ બંન્ને કાર્યક્રમ રદ્દ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શૌક્ષણિક વર્ષ 2020-2021માં પૂરતો મોફૂક રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 

કોરોના વાયરસને લીધે લેવાયો નિર્ણય
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત પણ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે. હજુ સુધી શાળાઓનું નવુ સત્ર ક્યારે શરૂ થશે તે પણ નિર્ણય લેવાયો નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવાતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને આ વર્ષે મોફૂક રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવુ્યો છે. 

પોલીસ વિભાગ દ્વારા અમદાવાદના બે કોરોના વોરિયર્સના પરિવારજનોને 25 લાખની સહાય ચુકવાઈ

નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થઈ હતી શરૂઆત
હાલના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પોતાના કાર્યકાળમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવાની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન જ્યારે જૂન મહિનામાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે કરવામાં આવતું હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news