હરીન ચાલીહા/દાહોદ :દાહોદ જિલ્લામાં બે દિવસથી હવામાન ખાતાની આગાહી મુજબ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ (heavy rain) શરૂ થયો છે.ભારે વરસાદને પગલે ઝાલોદની અનાસ નદીમાં 6 યુવકો ફસાયાનો બનાવ બન્યો હતો. તમામ યુવકો અસ્થિ વિસર્જન માટે અનાસ નદી ખાતે ગઈકાલે ગયા હતા. અચાનક નદીમાં પૂર આવી જતાં 6 યુવકો નદીની વચ્ચે ફસાયા હતા. ત્યારે 6 યુવકો પૈકી એક યુવક તણાઈ ગયો હતો અને અન્ય એક યુવક પૂરની વચ્ચે પણ તરીને બચવામાં સફળ રહ્યો હતો. ફસાયેલા 4 યુવકોને બચાવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું હતું અને નદીના વહેણમાં અન્ય 4 યુવકો પણ તણાઈ ગયા હતા. 6 માંથી 5ની ઓળખ થઈ જ્યારે અન્ય એક યુવકની હાલ પણ ઓળખ થઈ શકી નથી. તમામ 5 તણાઈ ગયેલા યુવકો પૈકી 1 યુવકની લાશ રાજસ્થાનના ગોડા ગામેથી મળી આવી છે. ગરાસિયા ભીમજીભાઈ નામના યુવકની લાશ નદીના પ્રવાહમાં તણાઈને રાજસ્થાન પહોંચી હતી. હજી પણ 3 યુવકો લાપતા છે. જેઓની શોધખોળ ચાલી રહી છે. 


આગામી ત્રણ કલાક સાચવજો, ગુજરાતના આ જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે અનાસ નદીમાં આ બનાવ બન્યો હતો. નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા યુવકો પાણીનો પ્રવાહ અચાનક આવી જતા ફસાઈ ગયા છે. આવામાં એક યુવક નદીમાં તણાઈ જવાનો પણ બનાવ બન્યો છે. આ ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. યુવકોને રેસ્કયૂ કરવાનું ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે, તંત્રના અનેક પ્રયાસો છતા નદીના પટ પર ફસાયેલા બાકીના 5 યુવકો પણ તણાઈ ગયા હતા. વહીવટી તંત્રની હાજરીમાં બચાવ કામગીરી થઈ શકી ન હતી. ઘટનાના કલાકો બાદ પણ યુવકોને બચાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. આમ, લોકોની નજર સામે 6 યુવકો તણાયા હતા. 


કારખાનાને તાળા મારીને ખેતી શરૂ કરી, ગુજરાતના આ ખેડૂતે ફરી કદી પાછળ વળીને નહિ જોયું....


માથુ હાથીનું અને ધડ સ્ત્રીનું... તમે કલ્પના પણ નહિ કરી શકો કે ભારતમાં પૂજાય છે બાપ્પાનું સ્ત્રીરૂપ 


દાહોદ ગરબાડા હાઇવે પર આજે મહાકાય વૃક્ષ ધરાશાઈ થયું હતું. વહેલી સવારે વૃક્ષ ધરાશઈ થવાની ઘટના બની હતી. જેમાં વૃક્ષ બાઇકચાલક પર પડતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. રસ્તા વચ્ચે પડેલ વૃક્ષના કારણે અન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. 


ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....


રાજસ્થાન અને ભિલોડામાં થયેલા ભારે વરસાદનો સાબરકાંઠાને થયો ફાયદો 


કારખાનાને તાળા મારીને ખેતી શરૂ કરી, ગુજરાતના આ ખેડૂતે ફરી કદી પાછળ વળીને નહિ જોયું....


સાબરકાંઠાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ, ગોરઠીયા જળાશયમાંથી પાણી છોડાતા 12 ગામો સતર્ક