આગામી ત્રણ કલાક સાચવજો, ગુજરાતના આ જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી

ગઈ કાલે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધારે હતું, તો આજે સૌરાષ્ટ્રમાં વધારે જોર જોવા મળશે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે

આગામી ત્રણ કલાક સાચવજો, ગુજરાતના આ જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી

ઝી મીડિયા/બ્યૂરો :હવામાન વિભાગે ગુજરાતમાં આજે અને આવતી કાલે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ (heavy rain) ની આગાહી આપી છે. ગઈ કાલે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધારે હતું, તો આજે સૌરાષ્ટ્રમાં વધારે જોર જોવા મળશે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને હજુ 2 દિવસ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 90 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આજે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે. આવામાં દાહોદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર કચ્છ, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું જોર વધ્યું છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં સવારે બે કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાયા છે.

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ, અમદાવાદ શહેરના પશ્ચિમ તરફના ગોતા, એસજી હાઇવે, ચાંદખેડા, રાણીપ, ચાંદલોડિયા, આરટીઓ, સાબરમતી, ઘાટલોડિયા, ઉસમાનપુરા, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા સામાન્ય કરતા વધુ છે. અમદાવાદમાં આખી રાત પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હેલ્મેટ ચાર રસ્તા પર BRTS રૂટમાં પાણી ભરાઈ ગયા છે. સામાન્ય વરસાદમાં પણ રોડ ધોવાઈ ગયા છે, ત્યારે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર પડેલા ખાડાને પગલે અકસ્માતનો ભય રહે છે.

અમદાવાદ શહેરના નિકોલ ગામમાં વરસાદના પગલે ઢીંચણ સમા પાણી ભરાયા છે, જેન કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં જ 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પાટણના સિદ્ધપુરમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. તો મહેસાણાના બેચરાજીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મહેસાણાના જોટાણા, પાટણના શંખેશ્વર અને ગાંધીનગરના માણસામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. 

સાબરકાંઠાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ, ગોરઠીયા જળાશયમાંથી પાણી છોડાતા 12 ગામો સતર્ક

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના સતલાસણમાં સાડા 6 ઈંચ વરસાદ પડ્યો છે. અરવલ્લીના ધનસુરામાં પણ 6.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અરવલ્લીના માલપુરમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં પોણા છ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અરવલ્લીના ભિલોડા અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ કરતા વધારે વરસાદ આવ્યો છે. પંચમહાલના શહેરા તાલુકા, તાપીના દોલવન અને  સુરતના ઉમરપાડામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના નવું તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં પડ્યો છે. આમ, રાજ્યના 23 તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 56 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 126 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news