સાબરકાંઠાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ, ગોરઠીયા જળાશયમાંથી પાણી છોડાતા 12 ગામો સતર્ક

ઈડર અને તલોદમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મા અને વડાલીમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે

સાબરકાંઠાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ, ગોરઠીયા જળાશયમાંથી પાણી છોડાતા 12 ગામો સતર્ક

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ઉત્તર ગુજરાતના જિલ્લાઓને હવે વરસાદ ધમરોળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ( heavy rain) નોંધાયો છે. ઈડર અને તલોદમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મા અને વડાલીમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. તો વિજયનગર અને પોશીનમાં 1.5 વરસાદ ખાબક્યો છે. તલોદમાં રાત્રે બે કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદના કારણે પાણીની વધુ આવક થતા તલોદના ગોરઠીયા જળાશયમાંથી પાણી છોડાયું છે. તલોદના 12થી વધુગામોને સતર્ક કરાયા છે. ઉપરવાસમાં વધુ વરસાદથી પાણીની આવકને લઈને પાણી છોડાયું હતું. જળાશયમાં રૂલ લેવલ જાળવવા 200 ક્યુસેક પાણી છોડાયું છે. જેથી તલોદના મોહનપુર, વરવાડા, ટંકારા, મોટા ચેખલા, રતનપુર, લવારી, કાઠવાડા, સુરપુર, વસ્તાજીના મુવાડા, જેઠાજીના મુવાડા, આંત્રોલી, તાજપુર અને હરસોલ સહિત ગામોને સતર્ક કરાયા છે. 

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ

  • ઇડર ૯૮ મીમી 
  • ખેડબ્રહ્મા ૮૭ મીમી
  • તલોદ ૯૮ મીમી
  • પ્રાંતિજ ૫૫ મીમી 
  • પોશીના ૩૯ મીમી
  • વડાલી ૮૨ મીમી
  • વિજયનગર ૩૩ મીમી
  • હિંમતનગર ૫૧ મીમી

સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેર સહિત આજુબાજુના પંથકમાં પણ આખી રાત વરસાદ વરસ્યો છે. હિંમતનગરના કાંકણોલ, હડિયોલ, ગઢોડા, પીપળી કંપા સહિતના પંથકમાં આખી રાત ઝરમર વરસાદ વરસ્યો છે. 

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news