રાજકોટઃ રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ (Corona Virus) સતત વધી રહ્યું છે. ગુરૂવાર નવા સાત કેસ નોંધાયા તો બે લોકોના મૃત્યુ થયા છે. આજે નવા નોંધાયેલા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 181 પર પહોંચી ગઈ છે. શહેરના કાલાવડ રોડ, કોઠારીયા રોડ, ભક્તિનગર અને રાજનગર વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ શહેરમાં 40 જેટલા કેસ સામે આવ્યા છે. આજે નવા 7 કેસની સાથે બે લોકોના મૃત્યુ પણ થયા છે. આ બે મૃત્યુની સાથે રાજકોટ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે. તો રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 181 છે.


બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોરોનાનો શિકાર 
રાજકોટના નામાંકિત સેવાકીય સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ કોરોનાનો શિકાર બન્યા છે. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્ય છે. હાલ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં અનેક સેવાકિય પ્રવૃતિ કરવામાં આવે છે. 


અમદાવાદ : 9 માઈક્રો કન્ટેઈમેન્ટ દૂર કરાયા, પણ નવા 15 વિસ્તારો ઉમેરાયા


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં જો કોરોનાની વાત કરવામાં આવે તો બુધવારે રાત સુધીમાં કુલ 33 હજાર 318 કેસ સામે આવ્યા છે. તો 1869 લોકોના મૃત્યુ પણ થયા છે. રિકવર થનારા દર્દીની સંખ્યા 24038 છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube