આ વખતે ગુજરાતમાં કેરીના ફાંફાં! 70 ટકા પાક ફેલ, હવે માત્ર 30 ટકા જ બચ્યો છે, ખેડૂતોનો જીવ અધ્ધર
ગુજરાતના ગીરની કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફળોનો રાજા ગણાતી કેરીનું તળાજામાં મોટા પ્રમાણમાં વાવેતર થઇ રહ્યું છે. તળાજામાંથી અમેરિકા, કેનેડા સહીત અનેક દેશોમાં કેસર કેરી મોકલવામાં આવે છે.
નિલેશ જોશી/ઉમરગામ: હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી અત્યાર સુધી બે વખત કમોસમી વરસાદથી નુકસાન સહન કરી ચૂકેલા વલસાડ જિલ્લાના ખેડૂતોના જીવ અધ્ધર છે.
OMG! થાઈલેન્ડની મહિલા અને યુવક કઢંગી હાલતમાં ઝડપાયા; રૂમમાં કોન્ડોમના ઢગલા, અને પછી.
મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં કેરીનો પાક અત્યારે તૈયાર થવાની અણી પર છે. એ વખતે જ છેલ્લા એક મહિનાથી બદલાઈ રહેલા વાતાવરણ અને કમોસમી વરસાદ થી વલસાડ જિલ્લામાં ખેડૂતોના મતે અત્યાર સુધી કેરીના પાકમાં 70% નુકસાન થઈ ચૂક્યું છે.અને હવે માત્ર 30 ટકા જ પાક બચ્યો છે.
Corona Virus: ગુજરાતમાં કાતિલ કોરોનાએ સ્પીડ પકડી! છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ..કેસ
હજુ પણ આગામી સમયમાં વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોના જીવ અધ્ધર છે. કારણ કે 30% પાકજે બચ્યો છે તે પણ હવે આગામી સમયમાં બચશે કે કેમ..?? તેને લઈને મોટો સવાલ છે .આથી વલસાડ જિલ્લાના ખેડૂતો ની ઊંઘ ઊડી ગઈ છે. સરકાર દ્વારા સર્વેની જાહેરાત કરવામાં આવી છે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ પૂર્ણ; દાદાની 54 ફૂટની મહાકાય મૂર્તિ તૈયાર, જાણો ખાસિયતો
પરંતુ હજુ સુધી વલસાડ જિલ્લાના ઉમરગામના કનાડુ અને આસપાસના વિસ્તારમાં સર્વે ન થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આથી આ વર્ષે કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકમાં નુકસાન સહન કરી રહેલા વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે. અને વહેલી તકે સર્વે કરી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
સુરતમાં 3 વર્ષની બાળકી વિદેશીઓની જેમ બોલે છે કળકળાટ અંગ્રેજી, પુનર્જન્મ થયો કે પછી..