ગાંધીનગર: ભારતામાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે. ભારતમાં ગઈકાલ કુલ 22,771 કેસ નોંધાયા છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં 6364, તમિલનાડુમાં 4329, દિલ્હીમાં 2520, તેલંગાણામાં 1892, કર્ણાટકમાં 1694, ઉત્તર પ્રદેશમાં 972 અને આંધ્ર પ્રદેશમાં 837 કેસ નોંધાયા હતા. જ્યારે ગુજરાતમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 712 નવા કેસ નોંધાયા છે. આજ રોજ 473 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,04,354 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસ પણ વાંચો:- બનાસકાંઠામાં કોરોના બેકાબૂ, એક દિવસમાં 28 કેસ; વલસાડમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા


આજ રોજ રાજ્યમાં 21 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 4, મહેસાણામાં 1, અરલ્લીમાં 1, કચ્છમાં 1 અને વલસાડમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. ત્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,60,614 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,57,522 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,092 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.


આસ પણ વાંચો:- કોરોનાથી બચવા ઉકાળા બાદ હવે આવ્યો આયુર્વેદિક આઈસ્ક્રીમ, જેને ખાવાથી થશે આ ફાયદો


આજના રાજ્યમાં કુલ 712 નવા કેસ નોંધાયા છે જ્યારે 473 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 201 નવા કેસ અને 109 ડીસ્ચાર્જ, અમદાવાદ કોર્પોરેશનમાં 165 નવા કેસ અને 211 ડીસ્ચાર્જ, સુરતમાં 52 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, રાજકોટમાં 36 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, વડોદરા કોર્પોરેશનમાં 34 નવા કેસ અને 13 ડીસ્ચાર્જ, વડોદરામાં 27 નવા કેસ અને 16 ડીસ્ચાર્જ, વલસાડમાં 19 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, ભરૂચમાં 15 નવા કેસ અને 7 ડિસ્ચાર્જ, રાજકોટ કોર્પોરેશનમાં 11 નવા કેસ અને 23 ડીસ્ચાર્જ, ગાંધીનગરમાં 11 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, નવસારીમાં 11 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, ભાવનગર કોર્પોરેશનમાં 10 નવા કેસ અને 3 ડિસ્ચાર્જ, બનાસકાંઠામાં 10 નવો કેસ અને 0 ડિસ્ચાર્જ, ખેડામાં 10 નવા કેસ અને 6 ડિસ્ચાર્જ, ભાવનગરમાં 10 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, જૂનાગઢ કોર્પોરેશનમાં 9 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, મહેસાણામાં 8 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


આસ પણ વાંચો:- સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન, 100 કરોડના ખર્ચે કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે


આ ઉપરાંત અમદાવાદમાં 7 નવા કેસ અને 17 ડીસ્ચાર્જ, અરવલ્લીમાં 7 નવા કેસ અને 7 ડિસ્ચાર્જ, કચ્છમાં 7 નવા કેસ અને 3 ડિસ્ચાર્જ, પાટણમાં 6 નવા કેસ અને 7 ડિસ્ચાર્જ, સાબરકાંઠામાં 6 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, સુરેન્દ્રનગરમાં 6 નવા કેસ અને 12 ડિસ્ચાર્જ, જામનગમાં 6 નવા કેસ અને 3 ડીસ્ચાર્જ, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 નવા કેસ અને 2 ડિસ્ચાર્જ, આણંદમાં 4 નવા કેસ અને 8 ડિસ્ચાર્જ, ગીર સોમનાથમાં 4 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, મોરબીમાં 3 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, જામનગર કોર્પોરેશનમાં 2 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, પંચમહાલમાં 2 નવા કેસ અને 4 ડીસ્ચાર્જ, મહિસાગરમાં 2 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, બોટાદમાં 2 નવા કેસ અને 4 ડિસ્ચાર્જ, અમરેલીમાં 2 નવા કેસ અને 4 ડિસ્ચાર્જ, દાહોદમાં 1 નવો કેસ અને 2 ડિસ્ચાર્જ, જૂનાગઢમાં 1 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, દેવભૂમી દ્વારકામાં 1 નવો કેસ અને 0 ડિસ્ચાર્જ અને નર્મદામાં 0 નવો કેસ અને 9 ડિસ્ચાર્જ, કરવામાં આવ્યા છે.


આસ પણ વાંચો:- મોરબીમાં કોરોનાને ડામવા અનાજના વેપારીઓનો નિર્ણય, દુકાનો 8 થી 3 ખુલ્લી રખાશે


રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસ 8,057 છે. જેમાં વેન્ટીલેટર પર 68 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 7,989 દર્દીઓ છે. જ્યારે 25,414 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1927 પર પહોંચ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube