વડોદરાઃ વડોદરા શહેરમાં કોરોના વાયરસના વધુ 77 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3296 પહોંચી ગઈ છે. આજે કોર્પોરેશન દ્વારા 559 સેમ્પલ ટેસ્ટ કરવા માટે લીધા હતા. જેમાંથી 77નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આજે સારવાર બાદ 59 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી કોરોનાથી 2433 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 60 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા ગ્રામ્યમાં પણ સંક્રમણ વધ્યું
વડોદરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે ડભોઈમાં વધુ ચાર કેસ સામે આવ્યા છે. આમ ડભોઈમાં છેલ્લા બે દિવસમાં 15 કેસ સામે આવ્યા છે. આમ ડભોઈમાં સંક્રમિતોની સંખ્યા 66 પર પહોંચી ગઈ છે. તો પાદરામાં આજે નવા 6 કેસ સામે આવ્યા છે. પાદરામાં કોરોનાનો આંકડો કુલ 227 પર પહોંચી ગયો છે. પાદરામાં વધી રહેલા કેસને લઈને તંત્રએ પણ ધામા નાખ્યા છે. પાદરા શહેરમાં 7 PHC ડોક્ટરોની ટીમ કાર્યરત છે.


રાજ્યમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં ઘટાડો, રિકવરી રેટમાં મોટો વધારોઃ નીતિન પટેલ  


આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય
રાજ્યના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે કે હવે કોરોના ટેસ્ટ કરવા માટે પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં. આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ અથવા કેસ માટે પાંચ કેટેગરી નક્કી કરી છે. ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર પડશે નહીં. જિલ્લા અથવા કોર્પોરેશનના હેલ્થ અધિકારીઓએ મેલ દ્વારા માહિતી આપવાની રહેશે. જે દર્દીના જીવનું જોખમ હોય તો કોવિડના ટેસ્ટની રાહ જોયા વગર તેને વ્યરિત સારવાર આપવાનું પણ આરોગ્ય વિભાગે કહ્યું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube