વડોદરા: રાજ્યમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં આજે કોરોનાના વધુ 79 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે વડોદરામાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 3604544 સેમ્પલમાંથી 79 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કોરોનાથી આજે વધુ 160 દર્દીઓ સાજા થયા છે. આ સાથે વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 2889 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજે કોરોનાથી વધુ 2 દર્દીઓના મોત પણ નિપજ્યા છે. ત્યાર અત્યાર સુધીમાં વડોદારમાં કુલ 62 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ઓસ્ટ્રેલિયાના નાગરિક મૂળ અમદાવાદના ડોક્ટર સિવિલમાં કરી રહ્યાં છે કોરોના દર્દીઓની સેવા


જો કે, વડોદરા રૂરલ વિસ્તાર ડભોઇમાં પણ આજે વધુ 7 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં 2 ગ્રામ્યમાં આવ્યા છે જ્યારે 4 કેસ ડભોઇ નગરમાં નોંધાયા છે. ડભોઇમાં કોરોના પોઝિટિવ કેસ આવતા તમામ વિસ્તારમાં સેનેટાઇઝ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સિતપુર ગામ, દશાલાડ, કુભરવાગા, વડોદરી ભાગોળ, મોરવારી જીન, પટેલ વાગા વિસ્તારમાં આ કેસ નોંધાયા છે.


આ પણ વાંચો:- કોરોના કહેર: ભરૂચમાં એક દિવસમાં 27 કેસ, બનાસકાંઠામાં 21 પોઝિટિવ કેસ નોંધાયા


તો બીજી તરફ વડોદરાના પાદરામાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. પાદરા તાલુકાના 5 પોઝિટિવ કેસ પૈકી એક કેસ માસરરોડ પાસે નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં પાદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 249 પર પહોંચી ગઇ છે. તો બીજી તરફ પાદર ગ્રામ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube