કોરોના કહેર: ભરૂચમાં એક દિવસમાં 27 કેસ, બનાસકાંઠામાં 21 પોઝિટિવ કેસ નોંધાયા
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 47 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2100એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ આજના દિવસે ક્યાં કેટલા કેસ નોંધાયા છે.
ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના વધુ નવા 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 16 લોકોના ટેસ્ટ રેપીડ ટેસ્ટિંગ કીટથી કરવામાં આવ્યા હતા. કોરોનાને માત આપી આજે 14 લોકો સાજા થતા તેઓ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. જિલ્લામં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 643 થઈ છે. જેમાં 384 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 244 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત થયા છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત જોવા મળતો હોય તેમ આજે જિલ્લામાં નવા 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરમાં 11 કેસ, ડીસામાં 6 કેસ, વાવામાં 2 કેસ, વડગામમાં 1 કેસ અને દાંતામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં આત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 517 પર પહોંચી ગઇ છે.
દાહોદ જિલ્લામાં કોરોનાના આજે એકસાથે ફરી 19 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો છે. દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. લોકલ સંક્રમણથી એકસાથે વધતા જતા કેસોથી જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે. દાહોદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
અમરેલી જિલ્લામાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં આજે નવા 14 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે જિલ્લામાં કોરોનાને લઇ અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. 118 લોકો કોરોનામાંથી રિકવર પણ થયા છે. ત્યારે હજુ સુધી 95 લોકો કોરોનાની સારવાર હેઠળ છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 228 પર પહોંચી છે.
પાટણ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ સાથે 1નું મોત નિપજ્યું છે. જેમાં પાટણ શહેરમાં 6 કેસ, ચાણસ્મામાં 2 કેસ, સિદ્ધપુરમાં 4 કેસ અને બિલિયામાં 1 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાટણના બાલીસણામાં નવો 1 કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 420 પર પહોંચી છે. જ્યારે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 37 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો:- મોરબીમાં કોરોનાના દર્દીનો મૃતદેહ રઝળ્યો, 2 સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ચોખ્ખી ના પડાઈ
તાપી જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા આજે એક સાથે 12 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય વિભાગ એલર્ટ થઇ કામગીરીમાં લાગ્યું છે. વ્યારાનગરમાંથી 6 કેસ મળી આવ્યા છે. જ્યારે વ્યારા તાલુકાના કપુરા ગામમાંથી 1 કેસ નોંધાયો છે. વાલોડ તાલુકામાંથી 2 કેસ, સોનગઢ તાલુકામાંથી 3 કેસ મળી આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં આજ રોજ વધુ નવા 10 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં હિંમતનગરમાં 8 કેસ, તલોદ અને પ્રાંતિજમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 317 પર પહોંચી ગઇ છે.
નવસારી જિલ્લામાં કોરોનાને હારનો સામનો કરવો પડી રહ્યો હોય તેમ આજે જિલ્લામાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે આજે જિલ્લામાંથી 12 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 368 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 211 રિકવર થયા છે. 134 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 23 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગોંડલ શહેર તેમજ તાલુકામાં આજે એક જ દિવસમાં નવા 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગોંડલ તાલુકામાં આજે વહેલી સવારે 1 તેમજ બપોર બાદ 5 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેને લઇ આરોગ્ય ટિમ દ્વારા પોઝિટિવ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.
વડોદરાના પાદરામાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. પાદરા તાલુકાના 5 પોઝિટિવ કેસ પૈકી એક કેસ માસરરોડ પાસે નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં પાદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 249 પર પહોંચી ગઇ છે. તો બીજી તરફ પાદર ગ્રામ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
મહિસાગર જિલ્લામાં કોરોના કહેર યથાવત જોવા મળતા આજે વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગરના લુણાવાડામાં એક સાથે 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 250 પર પહોંચી ગઇ છે. જેમાંથી હાલ 64 કેસ એક્ટિવ હોવાથી તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધુ 4 નવા પોઝિટિવ કસે સામે આવ્યા છે. મોડાસાના ડબગરવાડામાં 62 વર્ષીય મહિલા અને રાણાસૈયદમાં 39 વર્ષયી પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટીંટોઇમાં 45 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાયડના તેનપુરમાં 85 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 288 પર પહોંચી ગઇ છે.
જેતપુરમાં 1 અને ગ્રામ્ય પંથકમાં 1 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં 82 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે બોરડી સમઢીયા ગામે 61 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં મળીને અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 50 પર પહોંચી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે