જામનગરમાં પગ તળેથી ધરતી સતત હલી રહી છે, 12 કલાકમાં 8 ભૂકંપના આંચકા આવ્યા
- ગઈકાલ બપોર 3 વાગ્યાથી આજે સવારે 3 વાગ્યા સુધીમાં આ તમામ આંચકા નોંધાયા.
- જામનગરથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.
- આ કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે
મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં ભૂકંપનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. જામનગરમાં લગભગ રોજેરોજ ભૂકંપ (earthquake) ના આંચકા અનુભવાઈ રહ્યાં છે. હાલ ચોમાસાની સીઝનમાં તો આ આંચકાઓનું પ્રમાણ વધી ગયું છે. જામનગર (jamnagar) છેલ્લાં 12 કલાકમાં 8 ભૂકંપના હળવા આંચકા અનભવાયા છે. જામનગર ગ્રામ્ય પંથકોમાં 8 ભૂકંપના હળવા આંચકા નોંધાયા છે. જેમાં 1.7 ની તીવ્રતાથી લઈને 2.7 સુધીની તીવ્રતા રહી હતી. અલગ અલગ 8 આંચકાથી જામનગરવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video
ગઈકાલ બપોર 3 વાગ્યાથી આજે સવારે 3 વાગ્યા સુધીમાં આ તમામ આંચકા નોંધાયા છે. જામનગરથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. છેલ્લાં કેટલાક મહિનાઓથી જામનગરની ધરતી સતત ધ્રૂજી રહી છે. આ કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપના આંચકા હવે જામનગરવાસીઓ માટે રોજિંદી વાત બની ગઈ છે.
આ પણ વાંચો : છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ.... દારૂબંધી વિશે હવે ખૂલીને બોલવા લાગી ગુજરાતની જનત
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત રાજ્યમાં સરકારે હાઇરાઇઝ બિલ્ડીંગોને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. આ તમામ હાઇરાઇઝ બિલ્ડીંગો ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવશે. ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરના ડાયરેક્ટર સુમેરુ ચોપડાના દાવા પ્રમાણે, કોઈપણ વિસ્તારમાં હાઈરાઈડ બિલ્ડીંગ 100 માળની બનાવવી હોય તો પણ મુશ્કેલી ન પડે. જોકે તેના માટે ભૂકંપ પ્રૂફ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. કચ્છ જેવા ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં પણ હાઇરાઇઝ બિલ્ડીંગો બનાવી શકાય છે. જાપાન સહિતના અનેક દેશોમાં ૮.૫ તીવ્રતાવાળા ભૂકંપ આવતા હોય છે, જ્યાં હાઇરાઇઝ બિલ્ડીંગોને કોઈ નુકસાન થતું નથી. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં હાઇરાઇઝ બિલ્ડીંગો ચાલીસ-પચાસ માળની ડિઝાઇન કરવામાં આવી છે. જોકે તેમાં સિસ્મોલોજી સેન્ટર દ્વારા જ ભૂકંપ પ્રૂફ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે અને ગિફ્ટ સિટી 6.5 ની તીવ્રતાવાળો ભૂકંપ આવે તો પણ કોઈ નુકસાન ન થાય તેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે.
આ પણ વાંચો : ગલીએ ગલીએ વોટ માંગવા નીકળેલો શહેઝાદ આજે બની ગયો ડ્રગ્સનો કારોબારી