ગલીએ ગલીએ વોટ માંગવા નીકળેલો શહેઝાદ આજે બની ગયો ડ્રગ્સનો કારોબારી

સતત બે વાર ડ્રગ્સ મામલે પોલીસના સકંજામાં આવેલ શહેજાદ એક સમયે ધારાસભાનું ઈલેક્શન લડી ચૂક્યો છે

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (crime branch) આજે 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડ્યું છે. જેમાં ચાર આરોપીઓ સહિત પોલીસ કર્મચારી ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાયા છે. પરંતુ ડ્રગ્સ (drugs) ની હેરફેર કરતા જે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તે શહેઝાદની ચોંકાવનારી હકીકત સામે આવી છે. સતત બે વાર ડ્રગ્સ મામલે પોલીસના સકંજામાં આવેલ શહેજાદ એક સમયે ધારાસભાનું ઈલેક્શન લડી ચૂક્યો છે. ત્યારે સવાલ એ છે કે, એક સમયે નેતા બનીને વોટ માંગવા ગલીએ ગલીએ ફરેલો શહેજાદ કેવી રીતે ડ્રગ્સના કારોબારમાં સંકળ્યો. 

શહેઝાદનું ચૂંટણી સમયનું પોસ્ટર

1/5
image

ઝી 24 કલાકે શહેઝાદની ચૂંટણી સમયની કેટલીક તસવીરો મેળવી છે. જેમાં તેના પોસ્ટર, તેની રેલીની તસવીરો પણ અમને મળી છે. સાથે જ તેની દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા સાથેની તસવીરો પણ સામે આવી છે.  

નેતા સાથે ફોટોનો શોખ

2/5
image

શંકરસિંહ વાઘેલા સાથે શહેઝાદ 

વોટ માંગવા જીપ લઈને નીકળ્ય હતો શહેઝાદ

3/5
image

વિધાનસભાની ચૂંટણીમાં ઉભો રહેલ શહેઝાદ ગલીએ ગલીએ વોટ માંગવા નીકળ્યો હતો, તે સમયની તસવીર. 

આરોપી અને પોલીસની સાંઠગાંઠ

4/5
image

શહેઝાદને વર્ષ 2019માં શહેઝાદની ધરપકડ કરી હતી. હાલ સમગ્ર કેસમાં પોલીસ પૂછપરછ કરી રહી છે કે, ફિરોઝ અને શહેઝાદનો સંપર્ક કેવી રીતે થયો હતો. બંનેએ કેવી રીતે સાંઠગાંઠ ચલાવીને ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો કર્યો હતો. ગુજરાતમાં હવે દારૂની સાથે ડ્રગ્સનો વેપલો પણ મોટાપાયે થઈ રહ્યો છે. જે ગુજરાતના યુવાધન માટે બરબાદ કરી શકે છે. 

ચૂંટણી લડ્યો હતો આરોપી શહેઝાદ

5/5
image

અમદાવાદમાં એક કરોડ ના Md ડ્રગ્સ સાથે આરોપી પકડાવાનો મામલામાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પકડાયેલા ચાર પૈકી એક આરોપી શહેઝાદે વર્ષ 2017 માં ધારાસભાની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. શહેઝાદે જમાલપુર ખાડિયા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ચૂંટણીમા શહેઝાદની હાર થઈ હતી. આ હાર બાદ તેના પર 2019 માં ડ્રગ્સનો કેસ થયો હતો. ડ્રગ્સની હેરફરી માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનના એએસઆઈ ફિરોઝની મદદ લેવાનું શરૂ કર્યું હતું.