સુરત : સુરતમાં 8 જ વર્ષના બાળકે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે સચિન GIDC વિસ્તારમાં રહેતા 8 વર્ષના બાળકે આત્મહત્યા કરી લીધી. મૃતક અક્ષય પટેલને એક વર્ષ પહેલા જ બ્રેઇન ટ્યૂમર હોવાની જાણ થઈ હતી અને તેની સારવાર ચાલુ હતી. અક્ષયે એક ખુરશી લીધી તેના પર 4 ઓશિકા અને બ્લેન્કેટની થપ્પી બનાવી પંખા સુધી પહોંચ્યો. અને નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટના બની ત્યારે અક્ષયની મમ્મી ઘરે જ હતી પણ તે પાડોશી સાથે વાત કરવામાં વ્યસ્ત હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય સચિન GIDC વિસ્તારમાં જ આવેલી ગજેરા સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતો હતો. અક્ષયના પિતા સંજય પટેલ ટેક્સટાઈલ યુનિટમાં કામ કરે છે. અક્ષયનો 11 વર્ષનો ભાઈ પણ છે. પોલીસને આશંકા છે કે કોઈ ટીવી શોમાં આત્મહત્યાનો સીન જોઈને અક્ષયે આ રીત શીખી હશે. હાલમાં તો પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી તો આપઘાત કર્યો હોવાની માહિતી મળે છે પણ પોલીસ આ મામલે પૂછપરછ કરી રહી છે. 


છેલ્લા કેટલાક સમયથી યુવાનો અને બાળકોમાં ડિપ્રેશનના કિસ્સા વધ્યા છે. ડિપ્રેશન હાલના સમયમાં ઘાતક બીમારી બની નિષ્ણાંતોના મત પ્રમાણે આજે તરુણ વયના બાળકો પણ આપઘાતી પગલું ભરી રહયા છે.


ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...